![Filmy સિતારાઓના ઘર હવે સુરક્ષિત નથી? હુમલા અને ગોળીબારની ઘટનાઓ Filmy સિતારાઓના ઘર હવે સુરક્ષિત નથી? હુમલા અને ગોળીબારની ઘટનાઓ](https://i1.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/01/16/TaqiWbsxPIW6hVE9mIc8rAMNRRDMaUmKKA9blpzO.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
આજે સવારના લગભગ 2 વાગ્યાની આસપાસ અજાણ્યા વ્યકિત દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો. સૈફઅલી ખાન પર છરીના હુમલાના સમાચારથી લોકો સ્તબ્ધ થઈ ગયા. મુંબઈના બાંદ્રા પશ્ચિમમાં સૈફના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું મુંબઈના સૌથી પોશ વિસ્તારોમાંનો એક બાંદ્રા હવે બોલિવૂડ માટે સુરક્ષિત નથી?
ગુરુવાર, 16 જાન્યુઆરીની સવારે લગભગ 2 વાગ્યાની આસપાસ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીના હુમલાના સમાચારથી લોકોને આઘાત લાગ્યો હતો, મુંબઈ પોલીસે જણાવ્યું કે રાત્રે લગભગ 2 વાગ્યે એક અજાણ્યા વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસી ગયો. સૈફનો સામનો આ માણસ સાથે થયો જે તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યો હતો અને આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યારથી આ ઘટનાના સમાચાર આવ્યા છે, ત્યારથી લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શું મુંબઈના સૌથી પોશા વિસ્તારોમાંનો એક વિસ્તાર બાંદ્રા હવે બોલિવૂડ માટે સુરક્ષિત નથી? અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટે પણ સોશિયલ મીડિયા પર બાંદ્રામાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
બાંદ્રામાં ગંભીર ઘટનાઓ બની
12 ઓક્ટોબર, 2024ના રોજ, ભૂતપૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીને મુંબઈના ખેર નગરમાં તેમના પુત્રની ઓફિસની બહાર ત્રણ અજાણ્યા શખ્સોએ ગોળી મારી હતી. સિદ્દીકીને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘરે જ સુરક્ષિત નથી?
14 એપ્રિલ, 2024ના રોજ, બાંદ્રાના ઉપનગરીય વિસ્તારમાં આવેલા સલમાનના ઘરની બહાર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ કેસ સંબંધિત ચાર્જશીટમાં પોતાનું નિવેદન નોંધતી વખતે સલમાને કહ્યું હતું કે 14 એપ્રિલની સવારે, જ્યારે તે સૂતો હતો ત્યારે તેણે તેના ઘરની બહાર ફટાકડા ફોડવાનો અવાજ સાંભળ્યો હતો ફિલ્મી સિતારાઓ હવે તેમના ઘરે જ સુરક્ષિત નથી? તેના પર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.
બાંદ્રામાં વધુ પોલીસ હાજરીની જરૂર છે
હુમલા બાદ અભિનેત્રી પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખી, જેમાં બાંદ્રા વિસ્તારમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા. મુંબઈ પોલીસ કમિશનર અને અન્ય ઘણા રાજકારણીઓને ટેગ કરીને પૂજાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘શું આ અરાજકતાને નિયંત્રિત કરી શકાય છે?’ બાંદ્રામાં વધુ પોલીસ હાજરીની જરૂર છે. આ શહેર, ખાસ કરીને તેના ઉપનગરો (બાંદ્રા) પહેલા ક્યારેય આટલું અસુરક્ષિત લાગ્યું નથી. એક અલગ પોસ્ટમાં પૂજાએ લખ્યું, “કાયદો અને વ્યવસ્થા. કાયદા તો છે જ…
બાંદ્રા ફિલ્મ સ્ટાર્સનું નિવાસસ્થાન છે
મુંબઈનું બાંદ્રા ઉપનગર ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સનું ઘર છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનનું ઘર ‘મન્નત’. સલમાન ખાનનું ઘર પણ બેન્ડસ્ટેન્ડ પર જ છે. સુપરસ્ટાર આમિર ખાનનું ઘર પણ બાંદ્રામાં આવેલુ છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે, સંજય દત્તનું ઘર બાંદ્રા પશ્ચિમના પાલી હિલમાં છે. રેખા, ઝીનત અમાન અને સાયરા બાનો જેવી અનુભવી અભિનેત્રીઓ પણ આ જ ઘરમાં રહે છે
Source link