BUSINESS

Share Market Opening: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 354 પોઇન્ટ ઘટ્યો

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની શરૂઆત નબળી જોવા મળી રહી છે. શેરમાર્કેટ લીલા નિશાનમાં ખૂલ્યુ છે. સવારે 9.30 કલાકે  સેન્સેક્સ  354.91 પોઇન્ટના ઘટાડા સાથે 76,687.91 અંકે ખૂલ્યુ જ્યારે નિફ્ટી 89.90 પોઇન્ટના ઘટાડા સાથે 23,221 અંક પર ખૂલ્યો હતો. વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે શુક્રવારે 17 જાન્યુઆરીએ ઘરેલુ શેરબજારો મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા.. બેંક અને આઈટી શેરોમાં ઘટાડાએ બજારને નીચે ખેંચી લીધું. જ્યારે બજારને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેજીને કારણે માર્કેટને સપોર્ટ મળ્યો.

 ગત ટ્રેડિંગમાં માર્કેટ અપ

ઉલ્લેખનીય છે કે  છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 318.74  પોઈન્ટ અથવા 0.42 % વધીને 77,042  પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી 50 98.60 પોઈન્ટ અથવા 0.42% વધીને 23,311.80 પર બંધ થયો.

IPO અપડેટ

કેપિટલ ઇન્ફ્રાના મેઇનલાઇન IPO અને Sat Kartar Shopping ના SME IPO આજે શેરબજારમાં લિસ્ટ થશે. EMA પાર્ટનર્સ SME IPO આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. તે જ સમયે, સ્ટેલિયન ઇન્ડિયાનો મુખ્ય IPO અને લેન્ડમાર્ક ઇમિગ્રેશનનો SME IPO સબ્સ્ક્રિપ્શનના બીજા દિવસે પ્રવેશ કરશે. આ ઉપરાંત, Rikhav Securities SME IPO અને  Kabra Jewels SME IPO સબસ્ક્રિપ્શનના ત્રીજા દિવસે હશે.

વૈશ્વિક બજાર સંકેતો

શુક્રવારે વૈશ્વિક બજારો સાવચેતીભર્યા વલણ સાથે ખુલ્યા હતા કારણ કે રોકાણકારો ચીનના મુખ્ય આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા હતા. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. ASX 200 ફ્લેટ હતો, જ્યારે નિક્કી 0.21% અને ટોપિક્સ 0.48% ઘટ્યો હતો. કોસ્પી લગભગ સ્થિર રહ્યો.

ચીનના ડિસેમ્બર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદન, છૂટક વેચાણ અને ચોથા ક્વાર્ટરના GDP ડેટા રોકાણકારોનું ધ્યાન ખેંચી રહ્યા છે. રોઇટર્સના સર્વે મુજબ, ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર વાર્ષિક 5% રહેવાની ધારણા છે, જે પાછલા ક્વાર્ટરના 4.6% કરતા વધુ સારો છે. આ ઉપરાંત, સિંગાપોરના ડિસેમ્બરના નોન-ઓઇલ નિકાસ ડેટા પણ રોકાણકારોના રસનું કેન્દ્રબિંદુ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button