ENTERTAINMENT

Saif Ali Khan Stabbed: મુંબઇ પોલીસે એક શંકાસ્પદની કરી અટકાયત

બોલિવૂડ અભિનેતા સૈફ અલીખાન પર હુમલાને લઇને મુંબઇ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. તેને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવાવમાં આવ્યો છે. મહત્વનું છે કે ગઇકાલે એક સીસીટીવી સામે આવ્યા હતા તેમાં એક શખ્સ સીડીથી નીચે ઉતરતો દેખાતો હતો. 

લીલાવતી હોસ્પિટલમાં છે દાખલ

ઉલ્લેખનીય છે કે  સૈફ અલીખાન પર ગઇ કાલે  તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈના બાંદ્રામાં સવારે લગભગ 2.30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે તેમના ઘરમાં ઘૂસ્યો. હુમલાખોર સાથે ઝપાઝપી દરમિયાન સૈફ અલીખાન પર તીક્ષ્ણ હથિયારથી અનેક વાર હુમલો કરવામાં આવ્યો. હાલ સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ છે. તેઓને ગઇકાલે આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા.  જો કે તેમને નોર્મલ વોર્ડમાં બહુ જલ્દી લઇ જવાશે તેમ ડોક્ટર્સ જણાવી રહ્યા છે. 

6 વાર છરીના ઘા માર્યા 

એક રિપોર્ટ અનુસાર એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસ્યો હતો. તે ઘરની નોકરાણી સાથે ઝઘડો કરી રહ્યો હતો. આ બંનેનો અવાજ સાંભળીને જ્યારે સૈફ જાગી ગયો અને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અજાણ્યા વ્યક્તિએ સૈફઅલી ખાન પર હુમલો કરી દીધો. તે અજાણ્યા વ્યક્તિએ સૈફ પર છરી વડે હુમલો કર્યો. અભિનેતા પર 6 વાર છરીથી હુમલો કરાયો હતો. જેમાંથી 2 ઘા તો ઘણા ઊંડા હતા, એક ઘા કરોડરજ્જુની પાસે જ હતો. 


2.5 ઇંચનો છરીનો ટુકડો નીકળ્યો શરીરમાંથી 

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સૈફઅલી ખાનની સૈફની ન્યુરો સર્જરી થઈ ગઇ છે. છે. તેના શરીરમાંથી બે થી ત્રણ ઇંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ કાઢવામાં આવી છે. આ છરીનો એક ભાગ હોવાનું કહેવાય છે. હવે ગરદનના ભાગે  કોસ્મેટિક સર્જરી પણ કરવામાં આવી છે.  આ હુમલામાં સૈફ અલી ખાનના ઘરના નોકરને પણ ઈજા થઈ હતી. ઘરના નોકરને સામાન્ય ઈજાઓ થઈ છે. સૂત્રો કહે છે કે ઘરમાં એક Duct હતી, જે બેડરૂમની અંદર ખુલતી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરો આ Duct દ્વારા ઘરમાં પ્રવેશ્યા હોવાની શક્યતા છે.

કુલ 35 ટીમો દ્વારા સર્ચ 

મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે હુમલા બાદ શંકાસ્પદ આરોપી બાંદ્રા રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસની ટીમો હુમલાખોરને વસઈ, નાલાસોપારા અને પાલઘર જિલ્લાના અન્ય વિસ્તારોમાં શોધી રહી હતી. . સૈફ પર હુમલો કરનાર આરોપીને પકડવા માટે પોલીસે કુલ 35 ટીમો બનાવી છે. જેમાં મુંબઈ ક્રાઈમ દ્વારા 15 ટીમો બનાવવામાં આવી છે અને મુંબઈ સ્થાનિક પોલીસ દ્વારા 20 ટીમો બનાવવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button