સરકાર બજેટમાં દર વખતે કઈ ને કઈ ફેરફાર કરતી હોય છે. આ વખતે પણ બજેટને લઈને ફેરફાર કરાશે તેવી ધારણા બંધાઈ રહી છે. એક અનુમાન મુજબ આ વખતે સોનાના ભાવ સસ્તા થશે. આપણાં દેશમાં લોકો વધારે રોકાણ સોનામાં કરતાં હોય છે, ખરીદી પણ સોનાની જ વધારે પ્રમાણમાં કરતાં હોય છે.
તો આવો જાણીએ બજેટમાં સોનાને લઈને શું છે લોકોની અપેક્ષાઓ.
હાલમાં સરકાર દ્વારા સોનાના ભાવ પર 3% ટેક્સ લગાવવામાં આવે છે નવા બજેટમાં તે 1% થાય તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જો આ વખતે સોના પર GST ના દરમાં ઘટાડો થશે તો લોકો સોનું ખરીદી શકશે અને તેની માંગ વધશે. લોકોને એવી અપેક્ષા છે કે આ વખતે જે બજેટ જાહેર કરવામાં આવશે તેમાં સોનાના દરોમાં ચોક્કસ ઘટાડો થશે.
લેબમાં બનતા હીરાના ટેક્સમાં ઘટાડાની અપેક્ષા
હીરાના વેપાર સાથે જોડાયેલા લોકો ઇચ્છી રહ્યા છે કે હીરાના ટેક્સમાં ઘટાડો થાય. લેબમાં બનતા હીરા અને પ્રાકૃતિક હીરાના દરો અલગ અલગ કરવામાં આવે જેથી લેબમાં બનતા હીરાની ગુણવતા અને તેની માગમાં વધારો થઈ શકે. હાલમાં તો લેબમાં બનતા હીરા અને પ્રાકૃતિક હીરા પર સમાન કરવેરાનો દર છે હાલમાં આ બંને હીરાઓ પર ટેક્સ ૩% જેટલો નક્કી થયેલો છે.
સોનાની આયતોમાં થઈ શકે છે ઘટાડો
પરિષદ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે EMI અને સુવર્ણમૌદ્રીકરણ યોજનાની સુવિધામાં વધારો કરવો જોઈએ આ બંને યોજના શરૂ થવાથી ગ્રાહકોને સોનાની ખરીદીમાં સરળતા રહેશે. આ યોજનાનો એક લાભ એ પણ છે કે તેના દ્વારા ઘરેલુ જે નકામું સોનું હોય તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને તેથી વિદેશી આયતોમાં પણ ઘટાડો થાય જેથી દેશ આત્મનિર્ભર બને. બેકરીમાં ઘટાડો થાય, આ સિવાય જો સોનાની બનાવટ અને વેચાણ ભારતમાં જ થાય તો દેશની રાષ્ટ્રીય તથા માથાદીઠ આવકમાં વધારો થાય. વિદેશી હુંડિયામણમાં ઘટાડો થાય અને બજારને સારો વેગ મળે અને દેશના લોકો ઓછી કિમતમાં આભૂષણો ખરીદી કરી શકે.
ભારતમાં જે સોનાની આયાત કરવામાં આવે છે તેના માટે કસ્ટમ ડયુટી લાગતી હોય છે
ભારતમાં જે સોનાની આયાત કરવામાં આવે છે તેના માટે કસ્ટમ ડયુટી લાગતી હોય છે, જો કે હવે તો ભારત સરકારની કસ્ટમ ડયુટીમાં ઘણો ઘટાડો થયો છે. ભારત સરકારે સોના અને ચાંદી પર લાગતાં દર 15% હતા જે 6% જેટલા થઈ ગયા છે. આ સિવાય પ્લેટિનમ, ફેલીડીયમ, ઓસ્મિયમ, રુથેનિયમ અને ઇરિડિયમ પર લાગતાં દર 15.4% થી 6.4% જેટલા થઈ ગયા છે.
ભારતમાં સોનાની માંગ પૂરી કરવા માટે સોનું વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું, જેના માટે સોના પર કસ્ટમ ડયુટી લાગતી હતી ભારતમાં સોનું ઇમ્પોર્ટ કરવા માટે કસ્ટમ ડયુટી 12.5% લાગતી હતી, જે ભારત સરકારે 10% કરી દીધી છે.
Source link