બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઇને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટેન્શનમાં છે. તમામ લોકો સૈફ અલી ખાન બહુ જલ્દી સ્વસ્થ થાય તેની પ્રાર્થના કરી રહ્યા છે. હાલ સૈફ અલીખાનને સ્પેશિયલ રૂમમાં લઇ જવાયા છે.થોડા દિવસો પછી ડિસ્ચાર્જ આપે તેવી શક્યતા છે. જો કે સારી વાત તો એ પણ છે કે સર્જરી બાદ તેઓએ આજે થોડુ વોકિંગ કર્યુ. ત્યારે આ બધા વચ્ચે શાહિદ કપૂરના એક્સ બોયફ્રેન્ડની પ્રતિક્રિયા આપી છે.
સૈફ અલીખાન પર શાહીદની પ્રતિક્રિયા
શાહિદ કપૂરની ફિલ્મ દેવાનું ટ્રેલર શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું. આ ટ્રેલર લોન્ચ દરમિયાન તેમણે સૈફ પરના હુમલા પર પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન શાહીદ કપૂરને પૂછવામાં આવ્યું કે આવા ગુનાખોરોને તમે શું કરશો જેઓ એક્ટર્સ પર હુમલા કરે છે. આ સવાલના જવાબમાં શાહિદે કહ્યું કે તમે જે કહી રહ્યા છો તે બહુ જ દુઃખદ ઘટના છે. અમે બધા જ ચિંતિત છીએ. તમે ઇન્ડાયરેક્ટ પૂછ્યુ પરંતુ તમે ડાયરેક્ટ જ પૂછતા તો ઘણુ માનદાયક લાગતુ. અમે આશા રાખીએ છીએ કે સૈફની તબિયત જલ્દી જ સારી થઇ જાય. તેઓ સ્વસ્થ થઇ જાય અને સારુ ફીલ કરે તેવી આશા રાખીએ છીએ. અમે આ ઘટનાથી બહુ જ ચોંકી ગયા હતા.
શાહીદ કપૂરે કહ્યું કે આ ઘટના બહુ જ પર્સનલ સ્પેસમાં થઇ. મુંબઇ જેવા શહેરમાં ઘણુ મુશ્કેલ છે. પોલીસ પ્રયાસો કરી રહી છે. મુંબઇમાં આવુ થતુ નથી. મુંબઇ સુરક્ષિત શહેર છે. અમે ગર્વથી કહી શકીએ છીએ કે રાતે 2-3 વાગે કોઇ પણ સ્ત્રી બહાર નીકળે તો તેના માટે પણ સુરક્ષિત છે. હું આશા રાખુ છુ કે બહુ જલ્દી સૈફ અલી ખાન સ્વસ્થ થઈ જાય. હું તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છું.