BUSINESS

Share Market Closing: લીલા નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 77,022 અંકે

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે બપોરે 3.30 કલાકે પણ શેરબજાર લીલા નિશાનમાં બંધ થયુ છે. સેન્સેક્સ 454.92 પોઇન્ટના વધારા સાથે 77,022 અંક પર બંધ થયુ છે. જ્યારે 133.65 પોઇન્ટના વધારા સાથે નિફ્ટી 23,336 અંક પર બંધ થયો. 

આ શેરમાં ખરીદી 

સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ, નિફ્ટી વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી. બેંકિંગ, પીએસઈ, મેટલ શેરોમાં ખરીદી જોવા મળી. જ્યારે ઊર્જા, તેલ અને ગેસ સૂચકાંકો વધારા સાથે બંધ થયા. 

ઓટો અને આઇટી સેક્ટરમાં દબાણ

મોટી બેંકોની સાથે, આજે નાના સરકારી અને NBFCS શેરોમાં મજબૂત એક્શન જોવા મળી રહી છે. બજાજ ફાઇનાન્સ અને કેનફિન હોમના શેરમાં 3 ટકાથી વધુનો વધારો થયો છે. IOB, કેનેરા, UCO જેવી બેંકોમાં પણ 5 ટકાનો વધારો થયો છે. જોકે, ઓટો અને આઈટીમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે.

ટ્રમ્પનું માર્કેટ સાથે શું કનેક્શન ? 

 ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, સોમવાર સાંજે બીજી વખત યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. 6 નવેમ્બરના રોજ, જ્યારે ટ્રમ્પે યુએસ ચૂંટણી જીતી ત્યારે સેન્સેક્સ 901.50  પોઈન્ટ વધીને 80,378 ના સ્તરને પાર કરી ગયો હતો  જ્યારે નિફ્ટી 270 પોઈન્ટથી વધુ વધ્યો હતો. બજાર નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનો રાજ્યાભિષેક ભારતીય બજારો માટે મોટો ફેરફાર સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, રોકાણકારો માટે સાવધાની અને સમજદારીપૂર્વક નિર્ણયો લેવાનો આ સમય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button