તેજ ગતિ સાથે આ નોકરીઓ પૂર્ણ કરી રહી છે પોતાનુ અસ્તિત્વ, જો તમે પણ કરી રહ્યા છો આ જોબ તો શોધી લો બીજો કોઇ નવો ઓપ્શન, આજના સમયમાં નોકરિયાત વર્ગ માટે જીવન ગુજારવુ ખૂબ કઠીન થયુ છે. દિવસે ને દિવસે વધતી મોંઘવારી અને સાથે જ નોકરીની ટેંશનમાં જીવન જીવવું મુશ્કેલ બન્યુ છે. જુની સ્કીલ ધીરે ધીરે ખત્મ થઇ રહી છે અને નવી સ્કીલની માંગ તેજ ગતિએ વધી રહી છે. જે માટે સતત કંઇકને કંઇક નવુ શિખતા રહેવુ જરૂરી બન્યુ છે.
નવી સ્કીલ શિખવી હવે અનિવાર્ય
આજના સમયમાં નોકરીમાં ટકી રહેવું અને પોતાના સ્ટાર્ટ અપ માટે નવી શોધ કરવા માટે સતત અપડેટ રહેવુ ખૂબ જરુરી બન્યુ છે. ટેકેનોલોજીની માહિતી મેળવીને નવી સ્કીલ શિખી અને જુની માંગમાંથી બહાર આવવું ખૂબ જરુરી છે. નવી સ્કીલ શીખીને પોતાની નોકરી બચાવવી એ એક માત્ર ઉપાય દેખાઇ રહ્યો છે. આગામી 10 વર્ષ નોકરીઓમાં નવા બદલાવ લાવી રહ્યો છે. ત્યારે વર્લ્ડ ઇકોનોમી ફોરમની ફ્યુચર્સ ઓફ જોબ્સ રિપોર્ટ 2025ના આધારે વર્ષ 2030 સુધી દુનિયામાં 17 કરોડ નવી જોબ આવશે. અને તેની સાથે જ 9.2 કરોડ નોકરીઓ ખત્મ થઇ જશે. આ પરિવર્તનનુ કારણ નવી ટેક્નોલોજીઓનો આવિષ્કાર છે. તો ડીજિટલ ટ્રાંસફોર્મિશન અને ગ્રીન ઇકોનોમીના કારણે દુનિયામાં ઘણા બધા બદલાવ આવી રહ્યા છે. રિપોર્ટ મુબજ સ્પષ્ટ છે કે જુની નોકરીઓની સાથે સતત નવી સ્કીલ ડેવપલ કરવુ હવે મહત્વનું બન્યુ છે.
પરિવર્તનનું મુખ્ય કારણ ટેક્નોલોજીનો આવિષ્કાર
વર્લ્ડ ઇકોનોમી ફોરમની રિપોર્ટ મુજબ ડિજીટલ વર્લ્ડને વ્યાપક બનાવવુ એ સૌથી મોટી પરિવર્તન પ્રવૃત્તિ છે. 60 ટકા વ્યવસાયકર્તાઓને વિશ્વાસ છે કે વર્ષ 2030 સુધી ટેક્નોલોજીથી ઘણા મોટા ફેરફાર જોવા મળશે. તો સાથે ટેક્નોલોજીનો આવિષ્કાર નોકરીઓમાં મોટા બદલાવ લાવશે. આર્ટીફિશીયલ ઇંટેલીજીંસ, બિગ ડેટા, રોબોટ્કિસ અને ઓટોમેશન તથા ઉર્જા ઉત્પાદન પણ સામેલ છે. એક નવી નોકરી ઉત્પન્ન થશે તો બીજી અન્ય જુની કેટલીયે નોકરી ખત્મ થશે.
જુની નોકરીઓ હવે ખત્મ થશે
ભારતમાં વધી રહેલી અર્થવ્યવસ્થાના કારણે આ બદલાવ નોકરીઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ડિજીટલ ઇંડિયા અને હરિત ઉર્જા પ્રોજેક્ટ હેઠળ આઇટી અને ટેક્નોલોજી સેક્ટરમાં ઘણા મોટા બદલાવ જોવા મળશે. અને સાથે જ વિસ્તરણ પણ દેખાશે. ડેટા એંટ્રી ઓપરેટર, પ્રિંટીંગ ઇંડસ્ટ્રી વર્કરની નોકરીઓનું નામો નિશાન મટી જશે.
Source link