ENTERTAINMENT

Mamta Kulkarni: વિવાદોની રાણી હવે બની સંન્યાસી, જાણો શું છે કારણ ?

144 વર્ષે યોજાનારા પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશથી ભક્તો આસ્થાની ડુબકી લગાવવા આવી રહ્યા છે. આ ભક્તિના મહાકુંભમાં સામાન્ય માનવીની સાથે રાજકીય અને કલા જગતના લોકો પણ ભાગ લઇ રહ્યા છે. યુપીના સીએમ યોગી પણ આ કુંભમાં આસ્થાની ડુબકી લગાવી ચુક્યા છે. તો આગામી દિવસોમાં પીએમ મોદી પણ મહાકુંભની મુલાકાત લેશે. ત્યારે બોલીવુડ જગતના દિગ્ગજ કલાકાર પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર અને ભાગ્યશ્રી પણ અહીં નતમસ્તક થઇ ચુક્યા છે.

મમતા કુલકર્ણી બની સંન્યાસી

આ તામામની વચ્ચે એક નામ એવુ પણ સામે આવ્યુ જેણે અલગ જ ચર્ચા જગાવી હતી. અને તે નામ છે અભિનેત્રી મમતા કુલકર્ણીનું, 90ના દશકની લોકપ્રિય અભિનેત્રી રહેલી મમતા કુલકર્ણી હવે આધ્યાત્મ તરફ વળી ચુકી છે. તેણે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી અને સંન્યાસી તરીકે બાકીનું જીવન વિતાવવાનું નક્કી કર્યુ, મમતાએ મહાકુંભમાં દીક્ષા લીધી છે અને નવું નામ શ્રી યમાઈ મમતા નંદ ગિરિ સ્વીકારી પોતાની નવી ઓળખ ઉભી કરી છે. કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનતાની સાથે સોશયલ મીડિયામાં તેના ફોટો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ અભિનેત્રીએ એક દશક સુધી ફિલ્મ જગત પર રાજ કર્યુ હતુ. પરંતુ બાદમાં તેણે અભિનયમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. અને દેશ છોડી વિદેશમાં વસવાટ કર્યો હતો. થોડા સમય અગાઉ જ મમતા સ્વેદશ પરત ફરી છે. અને મહાકુંભમાં સંન્યાસી બનવાની જાહેરાત કરી છે.

મમતા કુલકર્ણીનું નવા નામે રાજ્યાભિષેક

મમતા કુલકર્ણીનો રાજ્યાભિષેક પ્રયાગ રત્નમાં કરાયો હતો. અને તે નવા નામથી ઓળખાશે. હવે મમતા કુલકર્ણી શ્રી યમાઈ મમતા નંદ ગિરિ તરીકે ઓળખાશે. મમતા કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા. ચાદર પોશીદા વિધિ કર્યા પછી તેમને આ બિરુદ આપવામાં આવ્યુ. મમતાએ સંગમ નદીના કિનારે પોતાના હાથે પિંડદાન કર્યું. હવે આ ગ્લેમરસ અભિનેત્રી ભગવા રંગના પોશાકમાં જ જોવા મળશે. જુના અખાડાના આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી દ્વારા દીક્ષા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મમતા હાલમાં કિન્નર અખાડામાં રહે છે. અને સન્યાસ લીધા પછી, તેમણે ભગવા વસ્ત્રો પણ પહેર્યા છે.

મમતા કુલકર્ણીના નામે વિવાદો

મમતા કુલકર્ણી જ્યારે અભિનય સાથે જોડાયેલી હતી ત્યારે તે પોતના બોલ્ડ અંદાજ માટે જાણીતી હતી. તેની ફિલ્મો અને ફોટોશુટ હમેંશા વિવાદમાં રહેતા હતા. રાજનેતાઓના શોમાં હાજરી, અને ડ્રગ્સની હેરાફેરીમાં નામ આવ્યા બાદ મમતાએ બોલીવુડને અલવિદા કર્યુ હતુ. વિકી ગૌસ્વામી સાથે લગ્ન કરી તે દુબઇમાં સ્થાયી થઇ હતી. વિકી પોતે એક ડ્રગ ડિલર છે. જેને કારણે મમતાનું નામ ફરી વિવાદોના વંટોળે ચઢ્યુ હતુ. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button