144 વર્ષો બાદ મહાકુંભ યોજાયો છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. મહાકુંભમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. સાથે જ મહાકુંભમાં આવેલા સંતો મહંતો અને બાબા પોતાનું ખાસ જપ તપ અને વેશને લઇને ચર્ચા જગાવી છે. આ બધા વચ્ચે એક છોકરી તેની આંખોને લઇને વાયરલ થઇ છે. તેનું નામ છે મોનાલિસા. મોનાલિસાના વીડિયો જબરદસ્ત વાયરલ થયા છે. ત્યારે હાલમાં એક જ વધુ વાયરલ વીડિયો સામે આવ્યો છે.
વધુ એક વીડિયો વાયરલ
મહાકુંભમાં માળા વેચતી એક છોકરી મોનાલિસા હાલ ચર્ચામાં છે. મોનાલિસા મહાકુંભમાં તેની આંખોના કારણે ખાસ ચર્ચામાં રહી છે. હા, કેટલાક લોકોને લાગે છે કે મોનાલિસાની આંખો ઐશ્વર્યા રાય જેવી લાગે છે તો કેટલાકને લાગે છે કે તે વામિકા ગબ્બી જેવી લાગે છે. ત્યારે મોનાલિસાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેનું ઇન્ટરવ્યુ લેવાઇ રહ્યુ છે. ત્યારે તે લગ્નને લઇને એવો જવાબ આપે છે કે સૌ કોઇ ચોંકી ગયા.
સલમાન ખાનને લઇને શું બોલી મોનાલિસા?
મોનાલિસા કહે છે કે તે અભિનેત્રી બનવા માંગે છે. જો તેને તક મળશે તો તે અભિનેત્રી બનશે. તાજેતરમાં, બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુટ્યુબર પૂછી રહ્યો છે કે શું તમને તાજેતરમાં કોઈ ફિલ્મ સ્ટાર તરફથી લગ્નની ઓફર મળી છે. તો આના પર મોનાલિસા કહે છે હા, સલમાન ખાન. પછી યુટ્યુબર પૂછે છે કે જો તેણીને તેની સાથે કામ કરવાની તક મળે તો શું તે તે કરશે. મોનાલિસા આ માટે હા કહે છે. જો કે આ વાયરલ વીડિયો એડિટ કરવામાં આવેલો હોવાનું લાગે છે. પરંતુ કેટલાક લોકો આ વીડિયો સાચો માનીને ભારે ટિપ્પણીઓ કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની કોઇ પુષ્ટિ કરતું નથી.
(Disclaimer: અહીં દર્શાવેલા વીડિયો વાયરલ છે. તે AI જનરેટેડ પણ હોઇ શકે છે. એડિટેડ પણ હોઇ શકે છે સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. )