‘તમારી દીકરી 5 વાર લગ્ન કરશે…’ જ્યારે શ્વેતા તિવારીની દીકરી પલક પર મજાક ઉડાવવામાં આવી, ત્યારે અભિનેત્રીએ જડબાતોડ જવાબ આપી ટોલર્સનો મોઢા બંધ કર્યા હતા. શ્વેતા તિવારીએ તેના બંને બાળકો પલક અને રેયાંશનો ઉછેર એકલા હાથે કર્યો છે. શ્વેતાના બે નિષ્ફળ લગ્નોને કારણે લોકો તેના પર ટીકા ટિપ્પણીઓ કરતા રહે છે. શ્વેતા તિવારી તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ તથા પલક સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથેના સંબંધને કારણે ચર્ચામાં રહે છે.
પલક મામલે શું કહ્યુ શ્વેતા તિવારીએ ?
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હંમેશા પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તેણીએ બે વાર લગ્ન કર્યા અને બંને લગ્ન નિષ્ફળ રહ્યા હતા. શ્વેતાએ એકલા જ પોતાના બાળકોને ઉછેર્યા છે. છૂટાછેડાને કારણે શ્વેતાને ઘણી બધી ટીકાઓનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી મામલો તેના વિશે હતો ત્યાં સુધી શ્વેતા ચૂપ રહી હતી. પરંતુ જ્યારે લોકોએ તેની પુત્રી પલક તિવારી વિશે અભદ્ર ટીપ્પણી કરવાનું શરૂ કર્યુ ત્યારે તે ચૂપ રહી ન હતી. અને ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો હતો. શ્વેતાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, લોકો તેની પુત્રી પલક વિશે ખૂબ જ ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યા હતા. લોકો પલકને લગ્ન અંગે ટોણા મારી રહ્યા હતા, ત્યારબાદ શ્વેતાએ ટ્રોલ્સને પોતાના મનની વાત કહી દીધી. ઇન્ટરવ્યુમાં ટ્રોલિંગ વિશે ખુલ્લેઆમ વાત કરતા તેણે જણાવ્યુ હતુ કે, ‘લોકો ટોણા મારતા હતા કે તમે બે વાર લગ્ન કર્યા છે, તમારી દીકરી પાંચ વાર લગ્ન કરશે.’ શ્વેતાએ આગળ કહ્યું કે, ‘મારી દીકરી પલકે જે કંઈ જોયું અને સહન કર્યું છે તે પછી એવું લાગે છે કે તે ક્યારેય લગ્ન કરશે જ નહીં.’
શ્વેતા તિવારીનું અંગત જીવન
તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. તેમના પહેલા લગ્નથી તેમને એક પુત્રી પલક તિવારી હતી. શ્વેતાએ રાજા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો અને છૂટાછેડા લીધા હતા. રાજાથી છૂટાછેડા પછી, શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા. શ્વેતા અને અભિનવનો દીકરો રેયાંશ છે. શ્વેતાએ આરોપ લગાવ્યો હતો કે અભિનવ તેની પુત્રી પલક સાથે અશ્લીલ હરકતો કરતો હતો.
પલક તિવારીના કરિયરની વાત કરીએ તો તે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી સિનેમા જગતના પદાર્પણ કર્યુ હતુ. ત્યારબાદ પલકની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. તેણી તેના બિજલી મ્યુઝિક વિડીયોથી વધુ લોકપ્રિય થઇ છે.
Source link