ફિલ્મ અભિનેત્રી અને મોડેલ મલાઇકા અરોડા એરપોર્ટ પર પોતાના હોટ અંદાજ સાથે જોવા મળી હતી. અહીં તેણે ડેનિમ લુક કેરી કર્યો હતો. અને પોતાની આગવી અદાઓથી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. 51 વર્ષીય મલાઇકાના સ્ટાઇલ સ્ટેટમેંટ અને આકર્ષક ફિગર પાપારાઝીનું ધ્યાન પોતાની તરફ આકર્ષી જ લે છે. ગ્લેમ ડિવા મલાઇકા ડેનિમ લુકમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
એજ ઇઝ જસ્ટ અ નંબર
ફિલ્મ અભિનેત્રી અને મોડેલ મલાઇકા અરોડા 51 વર્ષની ઉંમરે પણ બોલીવુડ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. એજ ઇઝ જસ્ટ અ નંબરની કહાવત મલાઇકા માટે સાચી ઠરી રહી છે. તેનો લુક તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. પોતાના ફિટનેસનું ખાસ ધ્યાન રાખતી મલાઇકા હમેંશા યોગા અભ્યાસને મહત્વ આપે છે. છૈયા-છૈયા ગર્લ પોતાના ફેશન સેંસ માટે ફિલ્મ જગતમાં જાણીતી છે. એરપોર્ટ પર તેનો સિંપલ અને કૈઝ્યુઅલ લુક ગ્લેમ વર્લ્ડમાં હેડલાઇન બન્યો છે. અહીં તેણે ડેનિમ જંપ સુટ પહેર્યો હતો. જેમાં તે આકર્ષક લાગી રહી હતી. તેણીએ પોતાનો આ લુક કેપ અને વ્હાઇટ સ્નીકર સાથે ક્મ્પલીટ કર્યો હતો. અને સાથે જ કાળા રંગનું બેગ પણ કેરી કર્યુ હતુ.
ડેનિમ લુકમાં સોશિયલ મીડિયા પર વાયરલ
મલાઇકા અરોડાના ચાહક વર્ગે તેના આ લુક પર કમેંટ આપવાનું શરુ કર્યુ છે. એક યુઝરે લખ્યુ છે કે ખૂબસુરત, તો બીજા પ્રશંસકે કમેંટ કરી છે કે, મેમ તમે દરેક લુકમાં છવાઇ જાવ છો. મલાઇકા અરોડાનો આ એરપોર્ટ લુક મોટી સંખ્યામાં લોકો જોઇ ચુક્યા છે. અને હાર્ટ ઇમોજિઝ પણ સેંડ કરી રહ્યા છે. મલાઇકાના ટીવી શોની વાત કરીએ તો તે હાલમાં એક ડાંસ રિયાલીટી શોમાં નજર આવી રહી છે. શોમાં જજ બન્યાની સાથે અમુક વાર તે પોતાના ડાંસ મુવઝ પણ બતાવે છે. તેમના ડાંસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.
મલાઇકા અરોડાનું અંગત જીવન
અભિનેત્રી મલાઇકા અરોડાએ અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. તેઓ એક પુત્રના માતા-પિતા પણ છે. પરંતુ મલાઇકા અને અરબાઝ થોડા સમય પહેલા જ અલગ થયા છે. મલાઇકાનું અર્જુન કપૂર સાથે ચર્ચાઇ રહ્યુ હતુ. બંનેએ પોતાના સંબંધને સ્વીકારી સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી. પરંતુ આ સંબંધ પણ બ્રેક અપમાં બદવાયો હતો. જે બાદ હવે મલાઇકા પોતાના રેસ્ટોરંટ બિઝનેસમાં આગળ વધી રહી છે.
Source link