એવોકાડોને સુપરફૂડ કહેવામાં આવે છે. એવોકાડોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવોકાડોનું સેવન સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
એવોકાડો સેન્ડવીચ ઘરે બનાવવા માટે એવોકાડો, ડુંગળી, ટામેટા, કોથમીર, લીંબુનો રસ, લીલા મરચા, બટર, મીંઠું, ચીઝ , બ્રેડ સહિતની વસ્તુઓની જરુર પડશે.
એવોકાડો સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા એવોકાડોની છાલ કાઢી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી, ઝીણા કાપેલા ટામેટાને પેસ્ટમાં ઉમેરો. ત્યારબાદ તેમાં લીલા મરચા, લીંબુનોરસ ઉમેરો.
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો. તમે ઈચ્છો તો તેમાં કાળા મરી પાઉડર અને ચાટ મસાલો ઉમેરી શકો છો.
હવે એક બ્રેડ પર બટર લગાવી એવોકાડોનું તૈયાર કરેલું મિશ્રણ સારી રીતે મુકો. ત્યારબાદ તેના પર બીજી બ્રેડ લગાવી સેન્ડવીચને બંન્ને બાજુ સારી રીતે શેકી લો. હવે આ સેન્ડવીચને પીરસી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
Source link