બોલીવુડ અભિનેત્રી ક્રિતી સેનન ફિલ્મ અને પોતાના અંગત જીવનના કારણે હમેંશા ચર્ચામાં રહે છે. આ વખતે તેનો એરપોર્ટ લુક વધુ વાયરલ થયો છે. જેમાં તે બ્લૂ ડેનિમ, વ્હાઇટ ટી-શર્ટ અને ઓરંજ શર્ટમાં વધુ ગ્લેમર્સ લાગી રહી હતી. ખુલ્લા વાળ અને કાળા ચશ્મા પહેરીને તેણે સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ. કિલર લુકથી તેણે એરપોર્ટ પર પોતાના જ અંદાજમાં એંટ્રી મારી હતી. જેને કારણે આસપાસ લોકો પણ તેને જોતા રહી ગયા હતા.
ક્રિતી સેનનનું સ્ટાઇલ સ્ટેટમેંટ
ક્રિતી સેનન પોતાની સ્ટાઇલના કારણે એક અલગ જ સ્થાન ધરાવે છે. તેમની સ્ટાઇલ સ્ટેટમેંટ, તેમની ફેશન સૌ કોઇ ફોલો કરે છે. ક્રિતીએ પોતાના માતા સાથે મળીને ક્લોથિંગ લાઇન પણ શરૂ કરી છે. આ સિવાય તેની પોતાની સ્કીન કેર પ્રોડક્ટની બ્રાંડ પણ તેણે લોંચ કરી છે. ક્રિતી પોતાના ફેશન સેંસના કારણે હમેંશા ચાહક વર્ગની પ્રશંસા મેળવતી રહે છે. તેણે પોતાના દમ પર ફિલ્મ જગતમાં મહત્વનું સ્થાન મેળવ્યુ છે. અને ફિલ્મ અવોર્ડની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર પર પોતાના નામે કર્યો છે. હાલ તો ક્રિતી સેનન પોતાના એરપોર્ટ લુકના કારણે વધુ વાયરલ થઇ રહી છે.
સેંટર ઓફ એટ્રેક્શન ક્રિતી સેનન
ક્રિતીએ બોલીવુડમાં હિરોપંતી ફિલ્મ સાથે પદાપર્ણ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફે પણ ફિલ્મી કારકિર્દી શરુ કરી હતી. જે બાદ ક્રિતીએ પોતાના અભિનયનો દમ દાખવી ફિલ્મો આગળ વધારી હતી. તેના કામની નોંધ ફિલ્મ જગત અને દર્શકો લીધી. અને ચાહક વર્ગોમાં વધારો કર્યો હતો. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેની તેમની મિત્રતા ચર્ચાનો વિષય બની હતી. પરંતુ હવે તેઓ એક બિઝનેસ મેન સાથે ગાઢ મિત્રતા હોવાની ચર્ચા ચાલી રહી છે. ક્રિતીની બહેન નુપુર પણ ફિલ્મ જગતમાં જ કારકિર્દી બનાવી રહી છે. બંને બહેનો મળીને પોતાનુ પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. જેમાં ગયા વર્ષે દો પત્તી નામની ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરાઇ હતી.
ક્રિતી સેનનની ફિલ્મો
ક્રિતી સેનને ફિલ્મોમાં ઉચ્ચ કલાકારો સાથે કામ કર્યુ છે. તેથી તેની અભિનય ક્ષમતા જાણી શકાય છે. આ ઉપરાંત તેની આગામી ફિલ્મો પણ મોટા બજેટની હોવાની માહિતી સામે આવી છે. ફિલ્મ આદિપુરુષમાં માતા સીતાની ભૂમિકામાં દર્શકોએ ક્રિતીના અભિનયની પ્રશંસા કરી હતી.
Source link