ગુરુવારે શેરબજારની શરૂઆત મિશ્ર જોવા મળી. સવારે 9.30 કલાકે સેન્સેક્સ લાલ નિશાનમાં જ્યારે નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યો હતો. સેન્સેક્સ 56.53 પોઇન્ટના ઘટાડા સાથે 76,476.43 અંક પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 7.15 પોઇન્ટના નજીવા વધારા સાથે 23,170.25 અંકે ખૂલ્યો હતો.
શેરબજારની નબળી શરૂઆત
વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ગુરુવારે (30 જાન્યુઆરી) સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું. શરૂઆતના કારોબારમાં મુખ્ય બેન્ચમાર્ક સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 23,151 પર લગભગ સ્થિર હતો. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા આવ્યા પછી, ટાટા મોટર્સના શેર બજારમાં ખુલતા જ 8 ટકા ગગડ્યા હતા. આ હેવીવેઇટ ઓટો સ્ટોકમાં ઘટાડાની અસર બજાર પર પણ પડી.
Source link