2 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે. આ પહેલા આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરશે. ત્યારે બજેટ પહેલા સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. બજેટના એક દિવસ પહેલા જ સોનું મોંઘુ થઈ ગયું છે. એવી અપેક્ષાઓ છે કે સરકાર 2 ફેબ્રુઆરી, 2025 ના રોજ બજેટમાં સોના પરની આયાત ડ્યુટીમાં વધારો કરી શકે છે, જે સરકારે ગયા બજેટમાં ઘટાડી હતી. જો આવું થશે, તો સોનાના ભાવમાં વધારો થશે. આજે બજેટના એક દિવસ પહેલા, 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે.
બજેટ પહેલા સોનું કેમ મોંઘુ થઈ રહ્યું છે?
બજેટ 2025 પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આનું સૌથી મોટું કારણ રોકાણકારો અને સામાન્ય ખરીદી કરનારાઓ તરફથી વધતી માંગ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને યુએસ નીતિઓમાં ફેરફારને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે વધુ સોનું ખરીદી રહ્યા છે. આ વધતી માંગને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. નિષ્ણાંતો માને છે કે જો વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહે તો સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
આજે ચાંદીના પણ ભાવ વધ્યા
શુક્રવાર, 31 જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવમાં વધારો થયો હતો. બજેટના એક દિવસ પહેલા ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો થયો છે. ચાંદીનો ભાવ વધીને 98600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ચાંદી 1 લાખ રૂપિયાના રેકોર્ડ સ્તરથી થોડી ઓછી છે.
આ શહેરોમાં આજે સોનાનો ભાવ
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ | 24 કેરેટ ગોલ્ડ |
દિલ્હી | 76,260 | 83,180 |
ચેન્નાઇ | 76,110 | 83,030 |
મુંબઇ | 76,110 | 83,030 |
કોલકાતા | 76,110 | 83,030 |
અમદાવાદ | 77,350 | 84,380 |
ભારતમાં સોના અને ચાંદીની માંગમાં વધારો થયો
આ ઉપરાંત ભારતમાં લગ્ન અને તહેવારો દરમિયાન સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. આ માંગને કારણે આગામી મહિનાઓમાં કિંમતો વધુ વધી શકે છે. ઉપરાંત જો બજેટમાં આયાત ડ્યુટી વધારવામાં આવે છે, તો તેની સીધી અસર સોનાના ભાવ પર પડશે, જેના કારણે તે વધુ મોંઘુ થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે બજેટ પછી, જૂન સુધીમાં સોનું 85,000 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.
Source link