સોના-ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. સોનું 82 હજારને પાર થયુ છે તો ચાંદી પણ સોનાને ટક્કર આપી રહ્યુ છે. સોના-ચાંદીના ભાવમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. જ્વેલરીમાં 22 કેરેટ ગોલ્ડનો ઉપયોગ થાય છે. આ સોનું 91.6 ટકા શુદ્ધ હોય છે. સોના-ચાંદીના ભાવમાં આવર નવાર ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે. ત્યારે આજે સોના અને ચાંદીના શું ભાવ છે. તેના વિશે માહિતી મેળવીએ.
સોનું 82 હજારને પાર થયુ
1 ગ્રામ માટે સોનાનો દર આજે ₹ 7,710 નોંધાયો. તો ગઇકાલે તેનો ભાવ ₹ 7,750 નોંધાયો હતો. આ બંન્ને વચ્ચે 40 રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે. તો 10 ગ્રામ સોના માટે આજની કિંમત ₹77,100 છે. તો ગઇકાલે 10 ગ્રામ સોનાની કિંમત ₹75,500 નોંધાઇ હતી. આ બંને વચ્ચે 400 રૂપિયાનો તફાવત જોવા મળ્યો હતો.
સોનાના ભાવ ક્યાં અને કેટલા ?
ગુજરાતમાં સોના-ચાંદીના ભાવ પર એક નજર કરીએ તો, અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો દર 7,710 રૂપિયા છે તો 24 કેરેટ સોનાનો દર 8,410 રૂપિયા છે. તો મુંબઇમાં 22 કેરેટ સોનાનો દર 7,705, તો 24 કેરેટ સોનાનો દર રૂપિયા 8,405 છે. તો દિલ્લીમાં 22 કેરેટ સોનાનો દર 7,720રૂપિયા તો 24 કેરેટ સોનાનો દર 8,420 રૂપિયા છે. ચેન્નઇમાં 22 કેરેટ સોનાનો દર 7,705 રૂપિયા છે. તો 24 કેરેટ સોનાનો દર 8,405 રૂપિયા જોવા મળ્યો હતો. આ સાથે કોલકાતામાં 22 કેરેટ સોનાનો દર 7,705 રૂપિયા છે. તો 24 કેરેટ સોનાનો ભાવ 8,405 રૂપિયા ચાલી રહ્યો છે.
મહાનગરોમાં શું છે આજે સોનાનો ભાવ?
શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
અમદાવાદ | 7,710 | 8,410 |
મુંબઇ | 7,705 | 8,405 |
દિલ્લી | 7,720 | 8,420 |
ચેન્નાઇ | 7,705 | 8,405 |
કોલકાતા | 7,705 | 8,405 |
કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત ?
ભારતમાં સોનાના ભાવ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજાર દરો, આયાત ડ્યુટી, કર અને વિનિમય દરમાં થતી વધઘટ પર આધાર રાખે છે. આ પરિબળોના આધારે દેશભરમાં સોનાના ભાવ નક્કી થાય છે. ભારતમાં સોનાને માત્ર રોકાણના હેતુ માટે જ નહીં, પરંતુ તેના સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વને કારણે પણ ખાસ ગણવામાં આવે છે. લગ્ન અને તહેવારોની મોસમમાં સોનાની માંગ વધી જાય છે.
ગુજરાત, ભારતના પશ્ચિમી ક્ષેત્રનો એક અભિન્ન ભાગ છે. તે ગતિશીલ સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિક ભાવના અને સમૃદ્ધ અર્થતંત્ર માટે પ્રખ્યાત છે. તે અરબી સમુદ્ર પર વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે અને સદીઓથી એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે. રાજ્યનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો સોના સાથે ગૂંથાયેલો છે. રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિએ સોનાની મજબૂત માંગમાં ફાળો આપ્યો છે. જે તેને સ્થાનિક અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ઘટક બનાવે છે.
Source link