![Abhishek Bachchan Birthday:પિતાની ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ Abhishek Bachchan Birthday:પિતાની ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ](https://i0.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/02/05/c451vUT02GUrkDOn0rocV1pWkImLIVjq7FbsDX0t.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
આજે અભિષેક બચ્ચન પોતાના જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે તેમને દરેક સ્થળેથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. તેવામાં તેમના પિતા અમિતાભ બચ્ચને પણ પોતાના અંદાજમાં પુત્રને શુભકામનાઓ પાઠવી છે. બીગ બીએ એક ભાવુક પોસ્ટ શેર કરીને પુત્રના ભૂતકાળના સમયને વાગોળ્યો હતો. આ ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહી છે.
બીગી બીએ શેયર કરી પોસ્ટ
પુત્ર અભિષેક બચ્ચનના જન્મદિને પિતા અમિતાભ ભાવુક થતા જોવા મળ્યા હતા. તેઓએ એક જૂની તસ્વીર સોશિયલ મીડિયા પર મુકી છે. અને લખ્યુ છે કે સમય જલદી જ આગળ નીકળી જાય છે. આ ફોટો અભિષેકના જન્મ સમયનો છે. જેમાં અમિતાભ અભિષેકને જોઇ રહ્યા છે. અને આસપાસ તેમનો સ્ટાફ ઉભો છે. આ એક બ્લેક એંડ વ્હાઇટ ફોટો છે. આ તસ્વીર વર્ષ 1976ના સમયની છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન ખૂબ એક્ટીવ રહે છે. ત્યારે આ બાળપણની તસ્વીર જોઇને યુઝર્સ કમેંટ કરી રહ્યા છે. અમિતાભે લખ્યુ છે કે, અભિષેક 49 વર્ષના થઇ ગયા છે. અને હવે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. 5 ફેબ્રુઆરી 1976નું વર્ષ હતુ. સમય જલદી જ આગળ નીકળી જાય છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ક્યારેક મનને ઉત્તેજિત કરીને અને જે કહેવુ હોય તે કહીને તે જ સમયે સોશિયલ મીડિયા પર મુકવું. અને બધા જ લોકો તમારી ભાવના સમજે તે જરૂરી તો નથી. બીગ બીએ વધુમાં કહ્યુ કે આવા સમયે બધી જ વસ્તુઓ વ્યક્ત કરવાના સ્થાને પોતાની અંદર જ લાગણીઓ દબાવી રાખવી એ યોગ્ય છે. મૌન રહેવાની જરૂર નથી. પરંતુ શરત વિના કમેંટ કરવી જરુરી છે.
અભિષેક બચ્ચનની કારકિર્દી
પ્રથમ ફિલ્મ રેફ્યુજીમાં અભિષેકની જોડી કરીના કપૂર સાથે જોવી મળી હતી. આ ફિલ્મમાં દર્શકોએ બંનેની જોડી પસંદ કરી હતી. પરંતુ અભિષેકની ફ્લોપ એક્ટીંગના કારણે મુવી અસફળ રહી. ફિલ્મી પર્દે ઉતાર-ચઢાવ રહ્યા બાદ બર્થ ડે બોય અભિષેકે OTT ક્ષેત્રે પદાપર્ણ કર્યુ હતુ. અહીં તેણે બ્રિધ નામની સીરીઝ સાઇન કરી હતી. જેમાં તેનો અભિનય દર્શકોને ગમ્યો હતો. અહીં તેણે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ સાઇન કર્યા હતા. આ પ્રોજેક્ટના માધ્યમથી તેણે અભિનય ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતી મજબૂત કરી હતી. આમ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર હોવા છતા પણ અભિષેક બચ્ચને પોતાના પિતાના નામનો ઉપયોગ કર્યા વગર તમામ ક્ષેત્રે જોતે જ કામ મેળવવાનું નકકી કર્યુ હતુ. અને આજે તેઓ પોતાની અલગ છાપ ઉભી કરવામાં સફળ રહ્યા છે.
Source link