SPORTS

National Gamesની વચ્ચે મોટો નિર્ણય, મેડલ ઈવેન્ટમાં સામેલ કરાઈ આ 2 રમત

ઉત્તરાખંડમાં 38મી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. આ રમતો 28 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 14 ફેબ્રુઆરી સુધી રમાશે. ભારતમાં આ ઓલિમ્પિક શૈલીની મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 38મી નેશનલ ગેમ્સની શરૂઆતમાં 32 રમતનો સમાવેશ મેડલ ઈવેન્ટ્સમાં કરવામાં આવ્યો હતો. પરંતુ હવે મેડલ ઈવેન્ટમાં વધુ 2 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતો અત્યાર સુધી પ્રદર્શન રમત તરીકે રાષ્ટ્રીય ગેમ્સનો ભાગ હતી પણ હવે આ રમતોમાં પણ મેડલ આપવામાં આવશે.

મેડલ ઈવેન્ટમાં સામેલ કરવામાં આવી આ 2 રમત

યોગાસન અને મલ્લખંભ હવે નેશનલ ગેમ્સમાં ફક્ત પ્રદર્શન રમતો નથી રહી અને હવે આ રમતોમાં ખેલાડીઓને મેડલ આપવામાં આવશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના એક સૂત્રએ જણાવ્યું કે આયોજકોની વિનંતી પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. 28 જાન્યુઆરીથી શરૂ થયેલી મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ પહેલા IOAએ બંને રમતોને પ્રદર્શન રમતો તરીકે સમાવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં IOAએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં 38મી નેશનલ ગેમ્સમાં 32 મુખ્ય અને 4 પ્રદર્શન રમતો હશે. આ 4 પ્રદર્શન રમતોમાં યોગાસન, મલ્લખંભ, કલારીપયટ્ટુ અને રાફ્ટિંગનો સમાવેશ થાય છે. પરંતુ હવે યોગાસન અને મલ્લખંભને મેડલ ઈવેન્ટ તરીકે ઉમેરવામાં આવ્યા છે. એટલે કે હવે રાષ્ટ્રીય રમતોમાં 34 રમતો અને 2 પ્રદર્શન રમતોમાં સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

યોગ અને મલ્લખંભ શું છે?

IOAના એક સૂત્રના જણાવ્યા મુજબ IOA દ્વારા યોગાસન અને મલ્લખંભને મેડલ ઇવેન્ટ તરીકે પુષ્ટિ આપવામાં આવી હતી કારણ કે યજમાન રાજ્યને મેડલ સ્પોર્ટ્સ તરીકે બે રમતોની વિનંતી કરવાનો અધિકાર છે. યોગાસન એક એવી રમત છે જે યોગના શારીરિક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં ખેલાડીઓએ યોગ મુદ્રાઓ કરવી પડે છે અને તેમની મુશ્કેલી, સંતુલન, નિયંત્રણ, સુગમતા અને સહનશક્તિના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. બીજી બાજુ, મલ્લખંભ એક પરંપરાગત ભારતીય રમત છે જેમાં ખેલાડી થાંભલા અથવા દોરડા પર યોગ જેવી મુદ્રાઓ અને પ્રવૃત્તિઓ કરે છે. મલ્લખંભ શબ્દ ‘મલ્લ’ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પહેલવાન અને ‘ખાંબ’ જેનો અર્થ થાય છે સ્તંભ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button