![Champions Trophy માટે ભારતીય અમ્પાયરે પાકિસ્તાન જવાની ના પાડી, જાણો કારણ Champions Trophy માટે ભારતીય અમ્પાયરે પાકિસ્તાન જવાની ના પાડી, જાણો કારણ](https://i1.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/02/05/TTEUF4NibXUN67hgVlZzCxkz5WwxcWNQ8MRkBlAI.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને દુબઈની યજમાની હેઠળ શરૂ થવા જઈ રહી છે. ભારત સરકારે સુરક્ષા કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપવાની ના પાડી હતી. હવે ભારતીય અમ્પાયર નીતિન મેનનએ પણ પાકિસ્તાન જવાની સ્પષ્ટ ના પાડી દીધી. મીડિયા રિપોર્ટ મુજબ નીતિન અંગત કારણોસર પાકિસ્તાન જશે નહીં.
હાઈબ્રિડ મોડેલ પર રમશે ભારતીય ટીમ
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની એકમાત્ર યજમાની પાકિસ્તાનને આપી હતી. પરંતુ ભારતે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ના પાડી દીધી. ભારતીય ટીમ તેની બધી મેચ હાઈબ્રિડ મોડેલ પર રમવા માંગતી હતી. આ પરિસ્થિતિમાં, ICC પણ BCCI સાથે સંમત થયું અને ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડેલમાં શિફ્ટ કરી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે.
8 ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા
આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. ફક્ત ભારતનો સામનો કરતી ટીમો જ હાઈબ્રિડ મોડેલ પર પોતાની મેચ રમશે. આ સિવાય અન્ય ટીમો પોતાની મેચ પાકિસ્તાનમાં જ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી તમામ 8 ટીમોને કુલ 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Bમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.
ગ્રુપ A – પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ B – દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ
23 ફેબ્રુઆરીના રોજ મોટી મેચ
ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામેની મેગા ઈવેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી, 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.