ENTERTAINMENT

Entertainment: પ્રતિક ગાંધીએ માત્ર 1 લીટર પાણી પર કેમ કાઢ્યા દિવસ ?

પ્રતિક ગાંધી અને યામી ગૌતમની આગામી ફિલ્મ ધૂમધામનું ટ્રેલર સોશિયલ મીડિયા પર નામની જેમ જ ધૂમ મચાવી રહ્યુ છે. આ ફિલ્મમાં યુનિક જોડીની સાથે પ્રતિક ગાંધીની ફિટનેસ યુવતીઓમાં ધૂમ મચાવશે. કારણે 6 પૈક એબ્સ બનાવવા માટે પ્રતિકે જે મહેનત કરી છે. તે જાણીને તમે પણ ચોંકી જશો. આ પ્રથમ વખત હશે જ્યારે પ્રતિક ગાંધી ફિલ્મી પર્દે પોતાની અદાઓ બતાવશે.

ધૂમધામ નામની ફિલ્મમાં અનોખો રોલ

પ્રતિક ગાંધી અને યામી ગૌતમની પ્રથમવાર જોડી રૂપેરી પર્દે જોવા મળશે. આમાં પ્રતિકના 6 પેક એબ્સ જોવા મળશે. ફિટનેસ લેવલ એક્સટ્રીમ જોવા મળશે. અને ફિમેલ ફેન્સ પણ તેને પસંદ કરશે. આ પ્રથમવાર હશે જ્યારે પ્રતિક ગાંધી પર્દા પર પોતાની ફિટનેસ બતાવશે. પરંતુ આ 6 પેક એબ્સ બનાવવા સરળ ન હતા. તેના માટે પ્રતિકે ઘણૂ સંઘર્ષ કર્યુ છે. પ્રતિક ગાંધીએ આ મામલે જણાવ્યુ હતુ કે, બોડી બનાવવા માટે તેઓએ પ્રોટીનયુક્ત ખોરાક આરોગ્યો હતો. વધુ પડતું વર્ક આઉટ કર્યુ હતુ. વધારે ઉંઘ પણ ન હોતી લીધી. અને બોડી દર્દને પણ સહન કર્યુ હતુ. પ્રતિક ગાંધીએ 4 દિવસ પહેલા માત્ર 1 લીટર પાણી પીધુ હતું અને વર્કઆઉટ કર્યુ હતુ. તેઓ આ રોલ માટે ઉંડાણપૂર્વક ઉતર્યા હતા. હમણા સુધી પ્રતિક ગાંધીએ મડગાંવ એક્સપ્રેસ, દો એર દો પ્યાર, અગ્નિ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ આ ફિલ્મોની વધુ ચર્ચા થઇ ન હતી. પણ આ ફિલ્મોમાં પ્રતિકનો અભિનય પ્રશંસનીય રહ્યો હતો.

પ્રતિક ગાંધીએ વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓએ ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યુ જોયા હતા. અને તેમાં તેઓ કહી રહ્યા હતા કે 6 પેક એબ્સ બનાવવા મુશ્કેલ છે. પરંતુ જ્યારે ફિટનેસની વાત આવે છે ત્યારે મારા વિચારો આ બધાથી અલગ છે. હું માનુ છુ કે આ બધુ મારા માટે નથી. પરંતુ આ તમામની વચ્ચે હું મારા વિચારો પર કાયમ ન રહી શક્યો. ફિલ્મ શૂટીંગના 4 દિવસ અગાઉ માત્ર 1 લીટર પાણી જ મેં પીધુ હતુ. ચા-કોફી, મીઠું અને કાર્બ્સ ખાવાનું છોડી દીધુ હતુ. આ બધાની વચ્ચે ચિડચિડાપણું આવી જાય છે. હું રાહ જોતો હતો કે ક્યારે શૂટીંગ ખત્મ થાય અને હું સ્વસ્થ થઇ જાઉ. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button