![Saif Ali Khan Update: Saif Ali Khan Update:](https://i0.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/02/07/IcSA1OMdizmlJngCgvAff4xtxAePerv2N4n6EUQq.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ બહેન સબા પટૌડીએ કુરાન ખ્વાની અને સદકા કર્યુ હતુ. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સબાના આ કામની ચારેય બાજુ પ્રશંસા કરાઇ રહી છે. પરિવારની સલામતી માટે સબાએ આ કાર્ય કર્યુ છે. 16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ બોલીવુડ જગત સ્તબધ હતુ. તો દિગ્ગજ વ્યક્તિઓની સુરક્ષામાં ઢીલાશ મામલે ચર્ચાનો દૌર શરુ થયો હતો.
પરિવારની સલામતી માટે કાર્ય
સૈફ અલી ખાન પર જાન્યુઆરી મહિનામાં હુમલો થયો હતો. આ હુમલામાં સુરક્ષિત બચ્યા બાદ અભિનેતાની બહેન સબાએ ભાઇ, ભાભી, અને પરિવારની સુરક્ષા માટે કુરાન ખ્વાની અને સદકા કર્યો હતો. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સબાના આ કામની ચારેય બાજુ પ્રશંસા કરાઇ રહી છે. સૈફ પર તેમના જ નિવાસસ્થાને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેને લીલાવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર અપાઇ હતી. હાલ તો સૈફ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. અને પોતાના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા
છે. સબા પટૌડીએ કુરાન ખ્વાની અને સદકાની તસ્વીરો અપલોડ કરી છે અને તેમાં કેપ્શન લખ્યુ છે કે, “ફેથ મારા માટે હમેંશા મહત્ત્વનું છે, ભાઇ અને પરિવાર માટે ખ્વાની અને સદકા કરવામાં આવ્યો. સુરક્ષા હમેંશા ”
સૈફ અલી ખાનનો આગામી પ્રોજેક્ટ
સૈફ પોતાની આગામી ફિલ્મ જ્વેલ થીફ-ધ હીસ્ટ બિગિન્સમાં જોવા મળશે. નેટફ્લિક્સના ઇવેંટમાં તેઓએ પોતાની ફિલ્મનું ટ્રેઇલર લોંચ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેમની સાથે જયદીપ અહલાવત જોવા મળશે.
Source link