મારું ગુજરાત

ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા મોત

ગાંધીનગરના સરગાસણ નજીક બની હતી. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે એક્ટિવા પર જઈ રહેલા આધેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા સવાર આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

લોકોનું ટોળું ઉમટી પડ્યું
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારચાલક દારૂના નશામાં ધૂત હતો અને તેણે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આ અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર નશામાં ડ્રાઇવિંગના ભયજનક પરિણામો સામે સવાલો ઉભા કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button