ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર,51.58 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની નિયમિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી,
પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા ઇચ્છતા હતા તેમની પૂરક પરીક્ષા જૂન મહિનામાં લેવામાં આવી હતી, જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં 51.58 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
51.58 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
જૂન 2025માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેના માટે 40,865 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 33,731 વિદ્યાર્થીઓ હાજર થયા હતા. આ પરીક્ષામાં 17,397 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
એટલે કે 51.58 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 51.53 ટકા, વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ 50 ટકા અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 63.70 ટકા આવ્યું છે. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે.