રસ્તાઓ પર બેફામ ઝેરી ધુમાડો ઓકતી ખખડધજ એસટી બસો, શું પ્રદૂષણ વિરોધી નિયમો ન નડે?

અમદાવાદમાં કાળી-પીળી રિક્ષાઓ ભેળસેળના પગલે બેફામ ધુમાડો છોડે ત્યારે ટ્રાફિક પોલીસ તેને રોકીને પિયુસી કરાવ્યું છે કે નહીં વગરે સવાલો પૂછીને દંડનીય કાર્યવાહી કરતી હોય છે.
પરંતુ અર્ધસરકારી નિગમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટીની બસો બેફામ ઝેરી ધુમાડો છોડે તો તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી.
વીડિયો થયો વાયરલ
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જણાય છે કે એક એસટી બસ પછાડ આવતા વાહનને તકલીફ પડે એટલો ઝેરી ધુમાડો છોડતા છોડતા સડસડાટ જઈ રહી છે. શું આ એસટી બસ સહિત નિગમની અન્ય બસો આજ રીતે હાઇવે પર અને શહેરોમાં ઝેરી ધુમાડો ઓકે છે.
ત્યારે તેની સામે ફરજ પરના ટ્રાફિક પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી? કાયદો અને નિયમો તમામ વાહનોને એક સમાન લાગુ પડે છે. જો સામાન્ય રિક્ષા વાળો ધુમાડો ઓકતો હોય તો એસટી બસ સામે પણ એવી જ કડક કાર્યવાહી થવી જોઈએ. નિગમમાં એવી કેટલીય બસો છે કે જે વર્ષો જૂની છે, ખખડધજ છે,
પ્રદૂષણ ફેલાવે છે, ક્યારેક ચાલુ બસે ટાયર નીકળી જાય છે, ક્યારેક છત તૂટેલી-ફૂટેલી હોય અને ચોમાસામાં પેસેન્જરો વરસાદી પાણીમાં નાહતા હોય છે. ક્યારેક અધવચ્ચે મેન્ટેનન્સના અભાવે બસ અટકી પડે છે અને મુસાફરો રઝળી પડતાં હોય છે.
સામાન્ય જનતામાં રોષની લાગણી
જો દિલ્હીમાં જૂના ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકાતો હોય તો એસટી બસોની તપાસ કરીને કે છેલ્લે ક્યારે પિયુસી કરાવવામાં આવ્યું હતું, ડીઝલની ગુણવત્તા કેવી છે તેની ચકાસણી થાય છે કે તેમ તે તપાસ કરીને 15 વર્ષ જૂની એસટી બસને ઓફ-રોડ કરી દેવી જોઈએ તેવી એક લાગણી મુસાફરોમાં જોવા મળી રહી છે.