એન્ટરટેઇનમેન્ટ
શું આમિર ખાન સોનમ-રાજા ના હનીમૂન મર્ડર સ્ટોરી પર ફિલ્મ બનાવશે!

અહેવાલો અનુસાર, આમિર ખાન આ કેસના સમાચારોને ખૂબ જ નજીકથી અનુસરી રહ્યો છે અને તેના મિત્રો સાથે તેની વિગતોની ચર્ચા પણ કરી રહ્યો છે.
નજીકના સૂત્રો કહે છે કે ‘તેમના પ્રોડક્શન હાઉસ દ્વારા આ વિષય પર થોડું કામ કરવામાં આવી શકે છે.’ જોકે, આમિર કે તેની કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આમિર કોઈ સનસનાટીભર્યો વિષય શોધી રહ્યો છે?
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની વ્યક્તિગત પસંદગી વિશે વાત કરીએ તો, તેમને હંમેશા એવી વાર્તાઓ પસંદ આવી છે જે સમાજ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવે છે.
જેમ કે ‘તારે જમીન પર’ અને ‘દંગલ’. જો મેઘાલય હત્યા કેસ પર ફિલ્મ બને છે, તો આ આમિર માટે એક નવી દિશા હશે, જે થ્રિલર અથવા ક્રાઈમ ડ્રામા તરફ વળશે. એવું માનવામાં આવે છે કે આમિર હવે કદાચ નવી શૈલીમાં કામ કરવા માટે તૈયાર થઈ રહ્યો છે.