ભરૂચનામાં ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત

ભરૂચના ઝઘડિયામાં ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. રોંગ સાઈડમાં ચાલતી ઈકો કાર ST બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં આગળ બેસેલા બંન્ને લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનાં સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે.
બિસ્માર રોડને કારણે કારચાલક રોંગ સાઈડમાં કાર ચલાવી રહ્યો હતો. જો કે બસ સામે આવી રહી હતી તે તેને દેખાઇ નહી કે તે બેધ્યાન હતો ગમે તે કારણોસર ઇકો ગાડી સીધી જ બસ સાથે ફુલ સ્પીડમાં અથડાઇ હતી.
જેનાં કારણે ઇકો કારનો આગળથી કડુસલો વળી ગયો હતો. જ્યારે આગળ બેઠેલા બંન્ને લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
સમગ્ર મામલે માહિતી મળતાની સાથેજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તત્કાલ 108 ની મદદથી તમામ ઘાયલોને સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતદેહોને કાઢવા માટે સ્થાનિક લોકોની રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જો કે બંન્નેના મૃતદેહો એટલા ભયાનક રીતે ફસાઇ ગયા હતા કે સ્થાનિક લોકો તથા અને પોલીસે ભારે મહેનત બાદ બંન્નેનાં મૃતદેહો બહાર કાઢ્યા હતા. ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનાથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.