સૂર્યાના જન્મદિવસ પર ‘કરુપ્પુ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સૂર્યાના 50મા જન્મદિવસ પર નિર્માતાઓએ તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કરુપ્પુ’નું બ્લોકબસ્ટર ટીઝર રિલીઝ કર્યું છે. આગામી ફિલ્મના ટીઝરમાં સૂર્યા જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સૂર્યાએ પોતાનો શક્તિશાળી અંદાજ બતાવ્યો છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
આ એક્શન થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન આરજે બાલાજી દ્વારા ડ્રીમ વોરિયર પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટીઝર શેર કરતા, પ્રોડક્શન હાઉસે કેપ્શનમાં લખ્યું, “સૂર્યા સરના આ ખાસ દિવસે, અમે ‘કરુપ્પુ’નું શાનદાર ટીઝર રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
કરુપ્પુ દેવતાની પૂજા
ટીઝરની શરૂઆતમાં, આપણને સૂર્યના પાત્ર વિશે થોડો ખ્યાલ આવે છે. ટીઝરમાં, બતાવવામાં આવ્યું છે કે કરુપ્પુ દેવતાની મરચાંથી પૂજા કરવામાં આવી રહી છે. આ સાથે, એક અવાજ સંભળાય છે, “આ કોઈ શાંત દેવતા નથી જેની શાંતિથી પૂજા થવી જોઈએ. જો તમે સાચી ભક્તિથી મરચાં ચઢાવો છો, તો આ એક ઉગ્ર દેવતા છે જે તાત્કાલિક ન્યાય આપે છે.”
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મનું સંગીત યુવા સંગીતકાર સાઈ અભ્યંકરે આપ્યું છે. સિનેમેટોગ્રાફી જી.કે. વિષ્ણુ, એડિટિંગ આર. કલાઈવનન અને સ્ટંટ કોરિયોગ્રાફી વિક્રમ મોરે દ્વારા કરવામાં આવી છે, જ્યારે આર્ટ ડિરેકશન અરુણ વેંજારામુડુ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની ધારણા છે.