‘વોર 2’માં જોવા મળશે આલિયા ભટ્ટ? અભિનેત્રીએ પોતે આપ્યો મોટો સંકેત

અભિનેત્રી આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે આગામી ફિલ્મ ‘વોર 2’નું ટ્રેલર શેર કર્યું છે. સ્ટોરીના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે,
‘મજેદાર, 14 તારીખે નજીકના થિયેટરોમાં મળીશું.’ આ કેપ્શનમાં આલિયાએ મુખ્ય કલાકારો હૃતિક રોશન, જુનિયર એનટીઆર, કિયારા અડવાણી અને દિગ્દર્શક અયાન મુખર્જીને પણ ટેગ કર્યા છે.
અભિનેત્રીના કેપ્શનમાં જણાવાયું છે કે આલિયા ભટ્ટ ‘વોર 2’ના પોસ્ટ-ક્રેડિટ સીનમાં કેમિયો તરીકે જોવા મળશે, જે તેની આગામી સ્પાઇ ફિલ્મ ‘અલ્ફા’ની ઝલક હશે.
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘અલ્ફા’
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘અલ્ફા’ 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થશે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જોકે, હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ‘વોર 2’ની રિલીઝ દરમિયાન આલિયા શું સરપ્રાઇઝ આપે છે, કારણ કે અભિનેત્રીની ઇન્સ્ટા સ્ટોરીથી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.