એન્ટરટેઇનમેન્ટ
‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો, સુપ્રીમ કોર્ટે રોક હટાવી

દરજી કન્હૈયા લાલની હત્યા પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ને લઈ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર લાગેલી રોકને હટાવી દીધી છે. પરિણામે હવે આ ફિલ્મ 8 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના કેસને હાઇકોર્ટમાં મોકલ્યો
સુપ્રીમ કોર્ટે ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના કેસને દિલ્હી હાઇકોર્ટમાં મોકલી દીધો છે. જે ફિલ્મ કન્હૈયા લાલની હત્યા પર આધારિત છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટથી સોમવારે આ મામલે સુનાવણી કરવા વિનંતી કરી હતી અને તમામ પક્ષોને હાઈકોર્ટ સામે પોતાની દલીલો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફિલ્મના રિલીઝ પર રોક હટાવી દીધી હતી.