મારું ગુજરાત
ઝારખંડમાં પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં 3 નક્સલીઓને ઠાર મરાયા

ઝારખંડના ગુમલાથી મોટા સમાચાર આવી રહ્યા છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં પોલીસે ત્રણ ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે વહેલી સવારે ઓપરેશન શરૂ કર્યું હતું. બંને તરફથી ગોળીબાર થયો હતો,
જેમાં વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ એન્કાઉન્ટર ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના સેહલ ગામ પાસે થયું હતું. ગુમલા જિલ્લાના સેહલ (ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તાર) ગામ નજીક સુરક્ષા દળો અને PLFI (પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા.
પોલીસે પુષ્ટિ આપી છે કે ત્રણેય નક્સલીઓ માર્યા ગયા છે અને તેમની પાસેથી બે AK – 47 રાઈફલ અને એક INSAS રાઈફલ મળી આવી છે. સુરક્ષા દળોમાં ઝારખંડ પોલીસ અને CRPF ની કોબ્રા બટાલિયનની સંયુક્ત ટીમનો સમાવેશ થતો હતો.