દેશ-વિદેશ
જમ્મુ અને કાશ્મીરના ડોડામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડામાં અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ માત્ર 5 કિમી નીચે હતું. રાહત અને બચાવ વિભાગ ભૂકંપ પછીની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી અને કહ્યું કે તેઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ગયા મહિને 28 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી.
9 કિમીની ઊંડાઈએ આવેલા ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી. આ ભૂકંપ સાંજે 7:30 વાગ્યા પછી આવ્યો હતો.