મારું ગુજરાત
વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં આયુર્વેદિક MDના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત

વડોદરા નજીક ખટંબા વિસ્તારમાં આવેલી અનંતા શુભ-લાભ સોસાયટીમાં રહેતી 25 વર્ષની વિજયશ્રી રવિભૂષણ ચૌહાણને સવારે બેહોશ હાલતમાં મળી હતી. મૂળ હિમાચલ પ્રદેશની રહેવાસી વિજયશ્રી ખાનગી યુનિવર્સિટીમાં આયુર્વેદિક MDના બીજાં વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.
તેની બે મિત્રોએ જણાવ્યું કે, રોજની જેમ તેઓએ સવારે વિજયશ્રીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણી પાસેથી કોઈ પ્રતિક્રિયા મળતી નહોતી.
જેના કારણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ તપાસ બાદ વિજયશ્રીને મૃત જાહેર કરી હતી.