મારું ગુજરાત
અમદાવાદમાં સગીર ચાલક દ્વારા વધુ એકનો ભોગ લેવાયો, એક્ટિવા ચાલકને અડફેટે લેતા કરૂણ મોત

અમદાવાદના શાહીબાગમાં આજે સવારે લગભગ 8 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ફોર્ચ્યુનર કાર ચાલકે ટક્કર મારતા મહેન્દ્રભાઇ નામની એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચારની સાથે કરુણા સર્જી હતી.
બાળકો સ્કૂલે, પિતાનું કરૂણ મોત
અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે, અસારવાના રહેવાસી મહેન્દ્રભાઈ સવારે પોતાના બાળકોને સ્કૂલે મૂકીને એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે, GJ01RW2720 નંબરની કાળા રંગની ફોર્ચ્યુનર કાર પુરપાટ ઝડપે આવી રહી હતી અને એક્ટિવા ચાલકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારી હતી.
આ જોરદાર ટક્કરના કારણે એક્ટિવા ચાલક મહેન્દ્રભાઇ રોડના ડિવાઇડર સાથે અથડાતા ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.