એન્ટરટેઇનમેન્ટ
સારા અને બાજવા વચ્ચે ઈલું ઈલું?: સૈફની દીકરી ભાજપ નેતાના પુત્ર સાથે ગુરુદ્વારા પહોંચી

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, માથું ટેકવ્યાં બાદ સારા અને અર્જુન ગુરુદ્વારામાંથી બહાર આવી રહ્યા છે. સારાએ સાદો સફેદ કલરનો સૂટ પહેર્યો છે જ્યારે અર્જુન કેઝ્યુઅલ આઉટફિટમાં દેખાઈ રહ્યો છે. યુઝર્સ બંનેની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે.
સારા અગાઉ પણ બાજવા સાથે કેદારનાથ યાત્રાએ ગઈ હતી
ઉલ્લેખનીય છે કે, સારા અગાઉ પણ અર્જુન પ્રતાપ બાજવા સાથે કેદારનાથની યાત્રાએ ગઈ હતી. તે એકથી વધુ વખત અર્જુન પ્રતાપ બાજવા સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે ગઈ હોવાનું જોવા મળ્યું છે. બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. ત્યારથી બંને વચ્ચે અફેરની ચર્ચા ચાલી રહી છે.