એન્ટરટેઇનમેન્ટ
સટ્ટાબાજી એપ કૌભાંડ કેસમાં સમન્સ બાદ પ્રકાશ રાજ હૈદરાબાદ સ્થિત ED ઓફિસ પહોંચ્યા

સટ્ટાબાજી એપ કૌભાંડ કેસમાં સમન્સ મળ્યા બાદ, દક્ષિણના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા છે,
જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સટ્ટાબાજી એપ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે દક્ષિણના ચાર સુપરસ્ટારને સમન્સ મોકલ્યા હતા. આમાં રાણા દગ્ગુબાતી, વિજય દેવરકોંડા અને લક્ષ્મી મંચુની સાથે પ્રકાશ રાજનું નામ પણ સામેલ હતું.
પ્રકાશ રાજ પછી, હવે વિજય દેવરકોંડાને 6 ઓગસ્ટે અને લક્ષને 13 ઓગસ્ટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. ED એ આ સુપરસ્ટાર્સ અને અન્ય ઘણી સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ‘ઈન્ફ્લ્યુએન્સર’ સામે કેસ નોંધવા માટે પાંચ પોલીસ FIR ની નોંધ લીધી છે.