લંડન એરપોર્ટથી ઉવર્શી રૌતેલાના 70 લાખના દાગીનાની ચોરી, એકટ્રેસનો દાવો

ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તે વિમ્બલ્ડન જોવા લંડન ગઈ હતી. આ દરમિયાન ગેટવિક એરપોર્ટ પરથી તેની એક બેગ ચોરાઈ ગઈ હતી. અભિનેત્રી કહે છે કે તેની બેગ લગેજ બેલ્ટમાંથી ગાયબ થઈ ગઈ હતી. આ પછી તેણે તેની બેગ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યાંય મળી નહીં.
બેગ બેલ્ટમાંથી ગાયબ થતા એરપોર્ટ પર સુરક્ષા ભંગનો ગંભીર મામલો
અભિનેત્રીએ તેની ટીમ દ્વારા શેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું, ‘મને એ જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે મુંબઈથી અમીરાતની ફ્લાઇટ પછી, લંડન ગેટવિક એરપોર્ટ પર બેગેજ બેલ્ટમાંથી અમારી ક્રિશ્ચિયન ડાયર બ્રાઉન બેગ ચોરાઈ ગઈ.’ બેગેજ ટેગ અને ટિકિટ હોવા છતાં બેગ બેલ્ટ વિસ્તારમાંથી ગાયબ થતાં એરપોર્ટ પર સુરક્ષા ભંગનો ગંભીર મામલો છે.’
એરપોર્ટ અધિકારીઓએ પણ મદદ ના કરી
આ મામલો અહીં સુધી જ અટક્યો નહોતો. ઉર્વશીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે મદદ માટે અમીરાત અને ગેટવિક એરપોર્ટના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ મદદ મળી ન હતી.