બિઝનેસ
LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ આવશે

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે,
જે આજ (1 ઓગસ્ટ) થી અમલમાં આવશે. દિલ્હીમાં 1 ઓગસ્ટથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1631.50 રૂપિયા થશે. જ્યારે 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
એપ્રિલમાં ગેસ સિલિન્ડરમાં 41 રૂપિયા ઘટાડ્યા
આ અગાઉ આ વર્ષે ઓઇલ કંપનીઓ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટાડી ચૂકી છે. 1 ફેબ્રુઆરીએ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો આવ્યો છે.
1 ફેબ્રુઆરીએ ગેસ કંપનીઓએ 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ 1 એપ્રિલે કોમર્શિયલ LPG સિલિન્ડર 41 રૂપિયા સસ્તુ થઈને 1762 રૂપિયા પર આવી ગયું.