મારું ગુજરાત

અમદાવાદમાં કોંગ્રેસ મહિલા પ્રમુખની દાદાગીરી, ફરિયાદીને વ્યાજે રૂપિયા આપ્યા હતા

mahila congress president controversy: એક તરફ ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે ધરમૂળમાંથી ફેરફાર કરાઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેના આંતરિક વિખવાદો દૂર થતા નથી.

આ સ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહ વિવાદમાં સપડાયા છે.

ઓડિયો વાઇરલ થતા કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો

ઝીલ શાહે પોતાના જ કાર્યકર્તાને સોશિયલ મીડિયામાં ગુજરાત કોંગ્રેસનાં મહિલા પ્રમુખના ફોટો પર અભિનંદન આપતી કોમેન્ટ કરવા બાબતે ધમકાવ્યો હતો છે,

જેના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે. આ સાથે જ દરિયાપુરમાં વ્યાજે આપેલા પૈસાને લઈને પણ ઝીલ શાહે અજાણી વ્યક્તિ સાથે ફોન પર બોલાચાલી કરી બેફામ ગાળાગાળી કરી હતી જેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઝીલ શાહે ફરિયાદીને વ્યાજે રૂપિયા આપ્યા હતા

મળતી જાણકારી અનુસાર ઝીલ શાહે ફરિયાદીને વ્યાજે રૂપિયા આપ્યા હતા આ રૂપિયા પરત લેવા માટે તેમણે દાદાગીરીનો માર્ગ અપનાવ્યો હોવાનું કહેવાય છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં રૂપિયા લેવડદેવડ અને ધમકીભરી ભાષા સાંભળવા મળે છે.

આ ઉપરાંત CCTV ફૂટેજમાં ઝીલ શાહ ફરિયાદીના ઘરે પહોંચીને તેમની સાથે મારામારી કરતા પણ દેખાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને ન્યાયની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button