Team India Schedule: ઈંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ક્યારે મેચ રમશે?, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી લઈ 28 સપ્ટેમ્બર સુધી UAEમાં રમાશે. જેમાં ભારત તેની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે રમશે. જ્યારે 14 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મહામુકાબલો ખેલાશે. ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે.
એશિયા કપ બાદ વેસ્ટ ઈન્ડિઝ ભારતના પ્રવાસે
એશિયા કપ પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોમ્બરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે બીજી મેચ 10 ઓક્ટોમ્બરથી દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
ઑસ્ટ્રેલિયા સામે 3 વન-ડે મેચ રમશે
વેસ્ટ ઈન્ડિઝની સામે ટેસ્ટ સીરિઝ પૂર્ણ થયા બાદ અમુક દિવસોમાં જ ભારતની ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે મેચની સીરિઝ રમશે. આ ટુર્નામેંટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની પણ વાપસી થઈ શકે છે.