Mrunal Thakur સાઉથના આ એક્ટરના પ્રેમમાં પડી હોવાની અટકળો

Mrunal Thakur and Dhanush Dating rumours: એકતરફ અભિનેત્રી મૃણાલ ઠાકુર તેની ફિલ્મ’સન ઓફ સરદાર 2’ને લઈ ચર્ચામાં છે.
બીજી તરફ તેની પર્સનલ લાઈફ અંગે હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સાઉથના સ્ટાર ધનુષ અને મૃણાલ ઠાકુર બંને હાથમાં હાથ પરોવી ચાલી રહ્યાં હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જેના પગલે ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.
ધનુષે બર્થ-ડે પાર્ટીમાં મૃણાલ ઠાકુરનો હાથ પકડ્યો
ધનુષે હાલમાં મૃણાલ ઠાકુરની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપી હતી. હવે એ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ધનુષ પ્રેમથી મૃણાલ ઠાકુરનો હાથ પકડીને વાત કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને ફેન્સને લાગે છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
આ પહેલાં મૃણાલ ઠાકુર ૩ જુલાઈના દિવસે ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ની પાર્ટીમાં જોવા મળી હતી. ફિલ્મની નિર્માતા કનિકા ઢિલ્લોંએ આ પાર્ટીની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં તેણે મૃણાલ ઠાકુર અને ધનુષ સાથે પોઝ આપ્યા હતા.