મારું ગુજરાત
Ahmedabad News: ગાર્બેજ કલેક્શન વાહન: લાયસન્સ નથી, સેફટી સાધન નથી, સુવિધાનો અભાવ

અમદાવાદને હાલમાં જ સૌથી સ્વચ્છ શહેરની શ્રેણીમાં સ્થાન મળ્યું છે. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ગાર્બેજ કલેક્શન વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે.
કોર્પોરેશને જે તે એજન્સીને આ કામ સોંપ્યું છે. આજે ગુરુવારે શહેરના જમાલપુર વિસ્તારમાં ગાર્બેજ કલેક્શન વાહન દ્વારા થયેલા અકસ્માતમાં એક 50 વર્ષીય આધેડનું મોત થયું છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે ગાર્બેજ કલેક્શન વાહન ચાલક પાસે કોઈ લાયસન્સ ન હતું.
ગુજરાત વંદનના પ્રતિનિધિ પહોંચ્યા ડમ્પિંગ સાઇટ પર
આ ઘટના બાદ ગુજરાત વંદનના પ્રતિનિધિએ કાંકરિયા દીવાન બલ્લુભાઈ સ્કૂલ નજીક ડમ્પિંગ સાઇટની મુલાકાત લીધી ત્યારે એ વિસ્તારમાંથી કચરો એકત્ર કરીને આવતા ગાર્બેજ કલેક્શન વાહનના કેટલાક ચાલકો સાથે વાતચીત કરી અને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો