Actress kajol angry: કાજોલે હિન્દી બોલવાની ના પાડતા ફેન્સ ભડક્યાં, એક યુઝરે કહ્યું બોલિવૂડમાં કામ બંધ કરી દો

એક તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી હિન્દી-મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં હિંસા પણ થઈ હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે મુંબઈમાં અભિનેત્રી કાજોલ પત્રકારોને મરાઠીમાં જવાબ આપ્યો અને હિન્દીમાં બોલવાનું કહેવામાં આવતાં તે લાલચોળ થઈ ગઈ હતી.
તેમજ કહ્યું કે હું હિન્દીમાં બોલીશ, જેને સમજવું હશે તે સમજી જશે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
હિન્દી ન બોલવા બદલ ફેન્સે ટીકા કરી
તે જ સમયે હિન્દી બોલવાની ના પાડવાનો વીડિયો વાયરલ થયા બાદ કાજોલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે કહ્યું, “જો તમને હિન્દી બોલવામાં શરમ આવે છે તો બોલિવૂડમાં કામ કરવાનું બંધ કરી દો.”
બીજા એક યુઝરે લખ્યું – “તે હિન્દી ફિલ્મોમાં કેમ કામ કરી રહી છે, તેણે ફક્ત મરાઠી ફિલ્મોમાં જ કામ કરવું જોઈએ.” જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, “હિન્દી ફિલ્મોએ સ્ટાર બનાવ્યા છે, તો પછી એક ભાષા પ્રત્યે પક્ષપાત કેમ?”
કાજોલને રાજ કપૂર પુરસ્કારથી સન્માનિત કરાઈ હતી
કાજોલને તેના 51માં જન્મદિવસે ‘મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કારો 2025’માં પ્રતિષ્ઠિત રાજ કપૂર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કાજોલ કાર્યક્રમમાં માતા અને પીઢ એક્ટ્રેસ તનુજા સાથે પહોંચી હતી.
તેમજ તેની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા તેણે તેમની સાડી પહેરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હાથે એવોર્ડ મેળવ્યા બાદ કાજોલે મરાઠી ભાષામાં સ્પીચ આપી હતી.
બાદમાં ભાવુક થઇને તેણે કહ્યું હતું કે, ‘આજે મને જે સન્માન મળ્યું છે, તે જ સન્માન મારી માતાએ વર્ષો પહેલા મેળવ્યું હતું.’
છેલ્લે ફિલ્મ ‘સરઝમીન’માં જોવા મળી હતી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કાજોલ ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘સરઝમીન’માં જોવા મળી છે. ફિલ્મમાં તેની સાથે સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન અને સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ પણ છે. આ પહેલા તેની ફિલ્મ ‘મા’ પણ રિલીઝ થઈ ચૂકી છે.