મારું ગુજરાત

Aaj Ka Mausam: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવા રાઉન્ડની શરુઆત થઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે 4 ઈંચ વરસાદ વલસાડ જીલ્લા નોંધાયો હતો.

જયારે પારડીમાં 3.94 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ અને ધરમપુરમાં 0.75 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે અન્ય 16 જીલ્લામાં માત્ર બે મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જયારે આજે દક્ષિણ ગુજરાતના અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

જયારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે.

રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

જયારે વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ માછીમારોને 12 થી 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. તેમજ 14 ઓગસ્ટથી શરૂ થનારા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button