Ronaldo and Georgina engaged: રોનાલ્ડોએ ચાર બાળક પછી જોર્જિના સાથે સગાઈ કરી, ડાયમંડ રીંગની અધધ… કિંમત

પોર્ટુગલના પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની રમતની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રોનાલ્ડોએ લાંબા સમય પછી તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે સગાઈ કરી છે. સગાઈ દરમિયાન રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને લગભગ 41 કરોડ રૂપિયાની હીરાની વીંટી પહેરાવી હતી. જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.
જ્યોર્જિના રોડ્રિગ્ઝની પોસ્ટ વાઈરલ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેમાં તેનો અને રોનાલ્ડોનો હાથ દેખાય છે. જ્યોર્જિનાના હાથમાં એક રીંગ છે જે સગાઈની છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હા, મેં કરી લીધી છે.’ આ ફોટો સાઉદી અરબના રિયાધનો છે, તેણે પોસ્ટની સાથે લોકેશન પણ શેર કર્યું છે. આ પછી યુઝર્સ તેને અભિનંદન આપી રહ્યા છે.
વીંટીમાં રહેલો હીરા 25થી 30 કેરેટનો હોઈ શકે
જ્યોર્જિનાએ સોશિયલ મીડિયા પર વીંટીનો ફોટો શેર કરતાની સાથે જ ફેન્સ અને જ્વેલરી નિષ્ણાતોએ તેની કિંમતનો અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું. જોકે, વીંટીની કોઈ સત્તાવાર કિંમત આપવામાં આવી નથી.
બ્રાયોની રેમન્ડના મતે વીંટીમાં રહેલો હીરા 25થી 30 કેરેટનો હોઈ શકે છે. વીંટીની લંબાઈ 5 સેન્ટિમીટર સુધી હોવાનું કહેવાય છે. લોરિયલ ડાયમંડ્સના લૌરા ટેલરે માને છે કે વીંટીની ન્યૂનતમ કિંમત 41 કરોડ રૂપિયા હોઈ શકે છે.