Vrindavan : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પ્રેમાનંદ મહારાજને કિડની ઓફર કરી?

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે વૃંદાવન પહોંચ્યાં હતા. આ દરમિયાન પ્રેમાનંદજી મહારાજે દંપનીએ સુખ પ્રાપ્તીનો સંદેશ આપ્યો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ સનાતન સંત પ્રેમાનંદજી મહારાજ પાસે દુઃખોને દૂર કરવા માટે ઉપાય માંગ્યો હતો. ત્યારે પ્રેમાનંદજીએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને રાધાનું નામ જપ કરવા માટે ઉપદેશ આપ્યો હતો.
સંત પ્રેમાનંદજી મહારાજે દંપતીને ઉપદેશ આપતા કહ્યું કે, તમે 24 કલાકમાં 10 હજાર વખત રાધા રાણીનું નામ જપ કરો. આનાથી તમારું જીવન સરળ બની જશે, પછી જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. સંત પ્રેમાનંદજી મહારાજે કહ્યું હતું કે, મારી બંને કિડની ફેલ થઈ ગઈ છે તેમ છતાં પણ 10 વર્ષથી આ બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હવે મને મૃત્યુનો કોઇ ડર નથી અને હું અંદરથી ખૂબ ખુશ છું.
હું તમને મારી એક કિડની આપવા માગું છુંઃ રાજ કુંદ્રા
આ દરમિયાન જ્યારે પ્રેમાનંદે પોતાની કિડની અંગે વાત કરી ત્યારે રાજ કુંદ્રાએ કહ્યું કે, ‘હું તમને મારી એક કિડની આપવા માંગુ છે. જો કે, પ્રેમાનંદજીએ આદરપૂર્વક ના પાડી અને કહ્યું કે, તમે સ્વસ્થ્ય રહો, સુખી રહ્યો અને પ્રસન્ન રહો!, હું ભગવાનની કૃપાથી એકદમ સ્વસ્થ્ય છું, અને જ્યા સુધી ભગવાનનું તેડું નહીં આવે ત્યાં સુધી આ કિડની મને મારી નહીં શકે. જ્યારે મોત આવવાનું હોય છે ત્યારે કોઈનું કઈ ચાલતું નથી’.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ રાધા રાણીના દર્શન પણ કર્યા
પ્રેમાનંદજીના દર્શન કર્યા બાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા રાધા રાણીના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સંત પ્રેમાનંદજી મહારાજ પાસ રોજ હજારોની સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ પહેલા પણ અનેક મોટી મોટી હસ્તીઓ અહીં આવીને ઉપદેશ લઈ ગયાં છે. જેમાં અનેક મોટા સંતો અને સેલિબ્રિટીઓ જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ સામેલ છે.