મારું ગુજરાત
Dwarka: દેવભૂમિ દ્વારકામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ત્રાટક્યો, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાયો રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા દ્વારકા નગરીના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા હતા. તીવ્ર પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
દ્વારકામાં સૌથી વધુ વરસાદ
રાજ્યના કુલ 27 તાલુકામાં બે કલાકમાં વરસાદ નોંધાયો હતો. તેમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ પડ્યો હતો.
કચ્છના માંડવીમાં 1.61 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1.42 ઇંચ અને નખત્રાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકાઓમાં સરેરાશ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે.