School Murder Case : પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો

અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની છરી મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
જોકે, વિદ્યાર્થીના મોત બાદ પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી. હાલ, મૃતક વિદ્યાર્થીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.
અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢી તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી છે. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. જોકે, કોઈ અનપેક્ષિત ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
આ અંતિમ યાત્રા મૃતકની શાળા આગળથી પસાર કરવામાં આવી હતી. અંતિમ યાત્રાના દ્રશ્યોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોના આંખોમાં આંસુ અને વિદ્યાર્થીને ન્યાય મળે તે માટેની માંગ છે.