ટેકનોલોજી

Google Photos New Feature : હવે ફોટો એડિટિંગ થશે ફક્ત એક કમાન્ડથી! Googleએ લોન્ચ કર્યું જબરદસ્ત ફીચર

ગૂગલ ફોટોઝમાં આ માટે જેમિની ટેકનોલોજીનો ઉપયોગ થશે. એની મદદથી યુઝરની સરળ ભાષાને ઓળખી અને સમજીને ફોટો એડિટ કરી આપવામાં આવશે. આ માટે યુઝર દ્વારા કહેવામાં આવે કે બેકગ્રાઉન્ડમાંથી કોઈ પણ વસ્તુ કાઢી નાખવી તો એ કાઢી નાખશે. અથવા તો આ ફોટોને ઓરિજિનલ ફોટોમાં ફરી રિસ્ટોર કરી દે તો એ કરી દેશે.

આ માટે યુઝરે ફક્ત કમાન્ડ આપવાનો રહેશે અને ગૂગલ ફોટો એને ફોલો કરશે. આ ફીચર એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેમને ફોટો એડિટ કરતાં નથી આવડતું. આથી સામાન્ય વ્યક્તિ પણ હવે કમાન્ડ આપીને ફોટોને તેમની ઇચ્છા મુજબ એડિટ કરી શકશે.

લાઇટ એડજસ્ટમેન્ટથી લઈને બેકગ્રાઉન્ડ સુધી

‘એડિટ બાય આસ્કિંગ’ ફીચરની મદદથી ઘણા ટાસ્ક કરી શકાશે. બેસિક લાઇટ એડજસ્ટમેન્ટથી લઈને બેકગ્રાઉન્ડ કાઢવા માટે પણ કમાન્ડ આપી શકાશે. તેમજ ફોટોમાં કોઈ વસ્તુને એડ કરવી હોય તો એ પણ કરી શકાશે. ગૂગલ દ્વારા ફોટોમાં ટોપી અથવા તો ચશ્માનો સમાવેશ કરવા માટે પણ સજેશન કરવામાં આવશે.

ઘણીવાર યુઝરને ખબર નહીં હોય કે તેમણે ફોટોમાં શું બદલાવ કરવો છે. આ સમયે તેઓ કહી શકે છે કે ફોટોને વધુ સારો બનાવી આપે. આટલું કહેવાથી ગૂગલ પોતાની રીતે ફોટોને એડિટ કરશે અને એને વધુ સારો બનાવી દેશે.

C2PA કન્ટેન્ટ ક્રેડેન્શિયલ સપોર્ટ

ગૂગલ દ્વારા એડિટિંગ ફીચરની સાથે C2PA કન્ટેન્ટ ક્રેડેન્શિયલ સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. આ ફીચરનો સમાવેશ ગૂગલ ફોટોઝમાં કરવામાં આવશે. આ એક એવું ફીચર છે જે ફોટો જોઈને કહી દેશે કે એમાં AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં.

આ ફીચરને હાલમાં ગૂગલ પિક્સેલ 10માં કરવામાં આવ્યો છે. ત્યાર બાદ હવે એને દરેક એન્ડ્રોઇડ અને આઇફોનની ગૂગલ ફોટો એપ્લિકેશનમાં પણ આપવામાં આવશે.

આથી યુઝર નક્કી કરી શકશે કે ફોટો ઓરિજિનલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button