લાઇફ સ્ટાઇલ

Blood Sugar Control: રસોડામાં ભોજનનો સ્વાદ વધારનાર આ મસાલા સુગર કન્ટ્રોલ કરવામાં કરશે મદદ, સાબિત થશે રામબાણ!

જ્યારે પણ બ્લડ સુગરને નિયંત્રિત કરવાની વાત આવે છે, ત્યારે લોકોના મનમાં સૌ પ્રથમ ગળ્યું ખાવાનું છોડવાનો વિચાર આવે છે.

પરંતુ માત્ર મીઠાઈઓથી દૂર રહેવાથી સુગર કંટ્રોલ થતી નથી. સુગરને નિયંત્રિત રાખવાનો અર્થ એ છે કે તમારા શરીરમાં આખો દિવસ એનર્જી લેવલ જળવાઈ રહે. જ્યારે બ્લડ સુગરનું સ્તર યોગ્ય હોય છે, ત્યારે તમે એક્ટીવ રહો છો, ધ્યાન કેન્દ્રિત રહે છે અને સ્વસ્થ અનુભવો છો.

હવે પ્રશ્ન એ છે કે સુગર લેવલ જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? તો રસોડામાં વપરાતી કેટલીક વસ્તુઓ છે જે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ બ્લડ સુગરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તજ: તજ તમારા શરીરને ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ સુગરનું સ્તર ઘટે છે.

મેથીના દાણા: ફાઇબરથી ભરપૂર મેથીના દાણા સુગર સ્પાઇક્સના સ્તરને ધીમું કરે છે. તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

તુલસી: તુલસી તમારા તણાવને ઓછો કરે છે અને સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આદુ: આદુ સુગરને નિયંત્રિત કરવા અને પાચનમાં સુધારો કરવા માટે મદદરૂપ છે.

જીમ્નેમા સિલ્વેસ્ટ્રે: જીમ્નેમાને ‘શુગર ડિસ્ટ્રોયર’ તરીકે ઓળખવામાં આવે છે. તે ગળ્યું ખાવાની ઇચ્છાને ઓછી કરે છે અને સુગરને સંતુલિત રાખે છે.

ધાણાના દાણા: ધાણાના દાણા પાચન માટે મદદરૂપ છે અને સુગર લેવલને નિયંત્રિત કરવા માટે પણ ઉત્તમ છે.

એલચી: એલચી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ સારી રીતે પ્રતિક્રિયા આપવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમમાં સુધારો કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button