મારું ગુજરાત
Gujarat Rain : અમદાવાદના અનેક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સરખેજ, મકરબા, એસ.જી હાઇવે, ગોતા, રાણીપ, આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પૂર્વમાં નરોડા, કૃષ્ણનગર, નિકોલ, વિરાટ નગર સહિતના વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે.
23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, માં ઓરેન્જ એલર્ટ રહેશે.
આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.